BAPSચેરિટીઝ દ્વારા બર્મિંગહામમાં કોમ્યુનિટી હેલ્થ ફેરનું આયોજન 21/07/2015 4:58 am Achyut Sanghavi બર્મિંગહામઃ BAPSચેરિટીઝ દ્વારા બર્મિંગહામના હોલ ગ્રીન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર, ૨૬ જુલાઈએ ઈન્ટરએક્ટિવ કોમ્યુનિટી હેલ્થ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મેળામાં બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, વૃદ્ધાવસ્થામાં આરોગ્ય, લાઈફ સપોર્ટ ટ્રેનિંગ સહિત મહત્ત્વપૂર્ણ આરોગ્યવિષયક જાગૃતિ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવશે.
પાકિસ્તાનનું અભી બોલા, અભી ફોક 15/07/2015 8:58 am Vikram Nayak ભારતે ફરી મિત્રતાનો હાથ લંબાવ્યો, પણ પાકિસ્તાનને કદર નથી. પાકિસ્તાને કાશ્મીર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મુદ્દે ફેરવી તોળ્યું.
સન માર્કના ચેરમેન ડો. રેમી રેન્જરને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 21/07/2015 5:01 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં પરિવારો દ્વારા સંચાલિત સફળ બિઝનેસીસની સિદ્ધિઓની ઉજવણી માટે છઠ્ઠા વાર્ષિક રેડ રિબન એવોર્ડ્ઝ માટે ૩૦૦થી વધુ ફેમિલી બિઝનેસ મહેમાનો શુક્રવાર ૧૦ જુલાઈએ શેક્સપીઅર’સ ગ્લોબ ખાતે એકત્ર થયા હતા. યુકેના સૌથી પ્રતિષ્ઠિત ફેમિલી બિઝનેસના વિજેતાઓનું બહુમાન ૧૧ ફેમિલી પેઢીને સાંપડ્યું હતું. સન માર્કના ચેરમેન ડો. રેમી રેન્જર MBE, FRSAને કોર્બેટ કીલીંગ ‘લાઈફટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રેમી રેન્જર વિદેશ હોવાથી તેમના વતી પુત્રી રીના આહુજાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
૪.૮૮ બિલિયન કિલોમીટર, ૩૪૬૪ દિવસનો પ્રવાસઃ ન્યૂ હોરાઈઝન પહોંચ્યું પ્લુટોના આંગણે 15/07/2015 9:31 am Nilesh Parmar યુએસની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’એ સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના અભ્યાસ માટે ૨૦૦૬માં ન્યૂ હોરાઈઝન્સ નામનું યાન મોકલ્યું હતું. આ યાન ૯ વર્ષ ૫ મહિના અને ૨૬ દિવસનો પ્રવાસ કરીને ૪.૮૮ બિલિયન કિલોમીટર દૂર પ્લુટો પાસે પહોંચ્યું છે. આ અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં ૩૨ ગણું વધારે છે.
ભારતીયોને સિંગલ વિઝા પર યુકે અને આયર્લેન્ડની વિઝિટનો લાભ 21/07/2015 5:04 am Achyut Sanghavi લંડનઃ યુકે અને આયર્લેન્ડ વચ્ચે વિઝા સમજૂતીનો સૌપ્રથમ લાભ ભારતીય નાગરિકોને મળવાનો છે. નવી સિંગલ બ્રિટિશ-આઈરિશ વિઝા યોજના અન્વયે બ્રિટિશ કે આઈરિશ વિઝિટર વિઝા માટે અરજી કરનારા ભારતીય નાગરિકો એક જ પ્રવાસમાં બન્ને દેશની મુલાકાત લઈ શકશે. સમગ્ર ભારતમાં યુકેના ૧૨ વિઝા અરજીકેન્દ્રોમાં આયર્લેન્ડ પણ સહભાગી થશે અને અરજદારોએ આ સહભાગી વિઝા કેન્દ્રોમાં પોતાની અરજી રજૂ કરી બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ક્વીને ટહેલતા દંપતીને ડિસ્ટર્બ ન કરવા ઘાસ પર ગાડી હંકારી 21/07/2015 5:07 am Achyut Sanghavi લંડનઃ મહાનતા ખરીદી શકાતી નથી તે તો જન્મજાત હોય છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મહાનતાનો અનુભવ ૧૯ જુલાઈ, રવિવારે વિન્ડસર ગ્રેટ પાર્ક ખાતે સંતાનને પારણામાં રાખી લટાર મારી રહેલાં સ્કારલેટ વિન્સેન્ટ અને ટોબી કોરને થયો હતો. વિન્ડસર એસ્ટેટમાં વીકએન્ડ ગાળવા આવેલાં ક્વીન ઉતાવળે પોતાની જેગુઆર કાર હંકારી ચર્ચ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમના લોન્ગ વોક માર્ગમાં ટહેલતા યુવાન દંપતીને જરા પણ ડિસ્ટર્બ ન કરતા ઘાસવાળી ઢોળાવદાર પગથારી પર થઈને ગાડી હંકારી આગળ વધી ગયાં હતાં. બાળપણમાં નાઝી સેલ્યુટના વિવાદથી તનાવગ્રસ્ત હોવાં છતાં તેમણે દંપતી સામે હાથ હલાવી સ્મિત પણ કર્યું હતું.
ISIS singer allegedly killed in US drone strike 15/07/2015 10:37 am Reshma Trilochun It is said that the sing/songwriter who was an ISIS fighter, Maher Meshaal has been killed in a drone attack led by the US forces, in Hasakah, Syria.
• કેન્સરના ૩૦,૦૦૦ દર્દીનું જીવન બચાવી શકાશે 21/07/2015 5:11 am Achyut Sanghavi NHS માં કેન્સરના નિદાન અને સારવારમાં ધરમૂળ પરિવર્તનથી ૨૦૨૦ સુધીમાં વર્ષે ૩૦,૦૦૦ જિંદગી બચાવી શકાશે. NHS England હેલ્થ સર્વિસના વડા સિમોન સ્ટીવન્સે દાવો કર્યો છે કે મહત્ત્વના સુધારાઓથી કેન્સરના પરીક્ષણોની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થશે. આના પરિણામે, તમામ દર્દીને માત્ર એક મહિનામાં નિર્ણાયક અને ચોક્કસ નિદાન કરી શકાશે અને ઝડપી સારવાર શક્ય બનશે. £૨ બિલિયનના ખર્ચે પુરાણા ઉપકરણો બદલાવાશે અને પાંચ વર્ષમાં બ્રિટનમાં વિશ્વસ્તરીય કેન્સર સેવા પ્રાપ્ત થશે.