AMC brings Umrao Jaan to London 21/07/2015 11:58 am Urja Patel The thought of Umrao Jaan takes us back the memory lane and reminds us of the beautiful performance by famous actress Rekha in the year 1981. Based on the novel Umrao Jaan Ada, written by Mirza Had Ruswa, the story was based on a famous Lucknow courtesan. Many years later, the film still reminds us of the beautiful story and a power-packed performance by Rekha.
91 courts and tribunals face closure 21/07/2015 12:01 pm Rupanjana Dutta The government is believed to be considering a closure of 91 courts and tribunals in England and Wales, to reduce what Justice Secretary Michael Gove has identified as "surplus capacity".
અજીત કુમાર સેઠને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા માનદ્ ડોક્ટરેટ 21/07/2015 12:11 pm Achyut Sanghavi બર્મિંગહામઃ ભારતના પૂર્વ કેબિનેટ સેક્રેટરી અજીતકુમાર સેઠને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા ‘ડોક્ટર ઓફ ધ યુનિવર્સિટી’ની માનદ્ ડોક્ટરેટ પદવીથી વિભૂષિત કરાયા હતા. સેંકડો ગ્રેજ્યુએટ્સ અને તેમના પરિવારોની હાજરીમાં યુનિવર્સિટીના ઐતિહાસિક ગ્રેટ હોલ ખાતે બુધવાર ૧૫, જુલાઈએ આ કાર્યક્રમ યોજાયો હતો.
ડેવિડ કેમરને બ્રિટિશ વિરોધી મુસ્લિમો પર લક્ષ્ય સાધ્યુઃ ઉગ્રવાદનો સામનો કરવા પંચવર્ષીય યોજના 21/07/2015 12:15 pm Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન આખરે સીમાચિહ્ન પ્રવચનમાં યુકેમાં ઉગ્રવાદનો સામનો કરવા પાંચ વર્ષની યોજના જાહેર કરી છે. તેમણે બર્મિંગહામ ખાતે નાઇન્સટાઇલ્સ સ્કૂલમાં આપેલા પ્રવચનમાં બ્રિટિશ વિરોધી મુસ્લિમોને લક્ષ્ય બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઘણા બ્રિટિશ નાગરિકો બ્રિટનમાં જન્મ અને ઉછેર પામ્યા હોવાં છતાં તેઓ આ દેશ સાથે પોતાને સ્થાપિત કરી શક્યા નથી અને ‘પાયારૂપ ઉદાર મૂ્લ્યોના શત્રુ’ છે. તેઓ સંપ સાધવામાં પણ નિષ્ફળ ગયા છે. વડા પ્રધાને મુખ્યત્વે તત્કાળ બચાવમાં આવતાં અને કોમ્યુનિટીના અન્ય ક્ષેત્રો પર દોષારોપણ કરતાં મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ લોકો દ્વેષપૂર્ણ અને આક્રમક સત્તાના ઉપયોગ માટે યહુદીઓ પર દોષ નાખે છે અથવા યુએસમાં ૯/૧૧ના હુમલાની પ્રેરણા ઈઝરાયેલ ઇન્ટેલીજન્સ એન્જસી દ્વારા અપાઈ હતી. તેમજ મુસ્લિમ વિરોધી પ્રહાર કરવા ઇચ્છુક બ્રિટને ૧૦ વર્ષ અગાઉ ૭/૭ના હુમલાઓ થવા દીધા હતા તેવું પણ દોષારોપણ કરે છે.
હરિયાણાના દૂધવાળાનો પુત્ર ગોલ્ફમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો 21/07/2015 12:21 pm Sandip Bhavsar હરિયાણા એક ગામડામાં દૂધ વેચવાનું કામ કરતા ખેડૂત જગપાલનો ૧૦ વર્ષનો પુત્ર શુભમ્ જગલાન કેલિફોર્નિયામાં રમાયેલી ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં વિજયી બન્યો છે. પાણીપતના ઈસરાના ગામમાં રહેતા શુભમે દુનિયાભરના ૧૧૫ જુનિયર ગોલ્ફરોને પરાજય આપ્યો હતો. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના જેફરી યુ ગુઆનને એક સ્ટ્રોકથી પરાજય આપ્યો હતો.
ભારત-ઝિમ્બાબ્વે ટી૨૦ સિરિઝ ૧-૧થી ડ્રો 21/07/2015 12:24 pm Sandip Bhavsar યજમાન ઝિમ્બાબ્વેએ રવિવારે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં પ્રવાસી ભારતને ૧૦ રને હરાવીને બે મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી છે. ભારતે અગાઉ ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતનો આ પ્રથમ પરાજય હતો.
ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ટૂર્નામેન્ટનું ફિંડલું વળી ગયું 21/07/2015 12:40 pm Mukesh Patel આઈપીએલની બે ટીમ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ પર બે-બે વર્ષનો પ્રતિબંધ ફરમાવતા જસ્ટિસ લોધા સમિતિના ચુકાદાના બીજા જ દિવસે ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત થઇ છે.
સંસ્થા સમાચાર 21/07/2015 1:32 pm Kamal Rao * શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો, ૧૩૩ હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PL દ્વારા રવિવાર તા. ૨-૮-૧૫ના રોજ સવારે ૧૦ કલાકે રાંદલ માતાના બાવન લોટા તેડવાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજન, ગોરણી પૂજા, મહાપ્રસાદ તેમજ ભક્તિ ગીતો અને ગરબાનો લાભ મળશે. સંપર્ક: ઉર્મિલાબેન ઠકરાર 01933 276 342.