Advanced search


a-woman-labourer-dries

a-woman-labourer-dries

untitled-157

untitled-157

શાડવેલમાં મુસ્લિમોએ ઈમિગ્રેશ...

લંડનઃ એક તરફ વડા પ્રધાન ડેવિડ કેમરન બ્રિટિશ મુસ્લિમ સમુદાયને ઉગ્રવાદના સામનામાં મદદ કરવાની અપીલ કરી રહ્યા છે ત્યારે ગત સપ્તાહે ઈસ્ટ લંડનના શાડવેલમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની શંકાથી દુકાન પર દરોડા પાડવા ગયેલા અધિકારીઓને નિશાન બનાવાયા હતા. મુસ્લિમ ગેંગના સભ્યોએ અધિકારીઓ પર ઈંડા ફેંક્યા હતા અને તેમના વાહનોના ટાયર્સ ચીરી નાખ્યા હતા. સેન્સસ ૨૦૧૧ અનુસાર શાડવેલમાં અડધાથી વધુ વસ્તી મુસ્લિમ છે.

narendra-modi-rahul-gandhi

narendra-modi-rahul-gandhi

સિગારેટ્સના સ્મગલિંગ બદલ ચાર

લંડનઃ ફ્રૂટ અને વેજિટેબલ્સના ખોખામાં ૧૪ મિલિયનથી વધુ સિગારેટ્સનું સ્મગલિંગ કરનારી ક્રિમિનલ ગેંગના સભ્યોને ૨૧ જુલાઈએ આઈઝલવર્થ ક્રાઉન કોર્ટ દ્વારા ૧૫થી વધુ વર્ષ જેલની સજા કરાઈ છે. દુબઈથી ઈસ્ટ આફ્રિકા થઈને યુકેમાં ગેરકાયદે સિગારેટ્સનું શિપિંગ કરાવીને £૩ મિલિયનથી વધુ રકમની જકાતચોરી થઈ હોવાનું રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગની જાણમાં આવ્યું હતું. આ સંદર્ભે મે ૨૦૧૨માં ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ફિરોઝ અબુબકર બાટલીવાલાને આઠ વર્ષ અને છ મહિના, ક્રિષ્ણ સોલંકીને સાત વર્ષ અને બકિંગહામશાયરના આશિકીર રોહમાન અલીને ૨૦ મહિનાની જેલની સજા ૨૪ મહિના માટે સસ્પેન્ડ કરવા સાથે ૧૦૦ કલાકના અવેતન કાર્યનો આદેશ કરાયો હતો. મૂળ ભારતીય અને દુબઈના રહેવાસી ફિરોઝ બાટલીવાલાને કંપની ડિરેક્ટર બનવા સામે ૧૨ વર્ષનો અને લંડનના ક્રિષ્ણ સોલંકીને ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો.

કોમી એખલાસ વચ્ચે રાજ્યભરમાં ર

અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતેના જાણીતા જગન્નાથજી મંદિરેથી અષાઢી બીજ-૧૮ જુલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બળદેવજીની ૧૩૮મી રથયાત્રા રંગેચંગે પરંપરાગત માર્ગે નીકળી હતી. આ દિવસે રમઝાન ઇદ હોવાથી મુસ્લિમ બિરાદરોએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી. એક જ દિવસે બંને તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થતાં પોલીસ તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો. જગન્નાથજી મંદિર વહેલી સવારે મંગળા આરતી બાદ મુખ્ય પ્રધાન આનંદીબહેન દ્વારા સતત બીજા વર્ષે કરાયેલી પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

જેહાદીઓના સામના માટે શેરીઓમા

લંડનઃ ઈસ્લામિક સ્ટેટ અથવા અલ-કાયદા ધર્મઝનૂનીઓ દ્વારા બ્રિટનને નિશાન બનાવવામાં આવે તેવા સંજોગોમાં દેશના શહેરોની શેરીઓમાં ૫,૦૦૦થી વધુ લશ્કરી સૈનિકો ગોઠવી દેવાની ગુપ્ત યોજના સૌપ્રથમ વખત જાહેર કરાઈ છે. ઓપરેશન ટેમ્પરર હેઠળ ચાવીરુપ સ્થળોનું રક્ષણ સશસ્ત્ર પોલીસને સોંપાશે. પેરિસ હુમલાઓ સંદર્ભે બ્રિટિશ શહેરોમાં પણ સશસ્ત્રની સામૂહિક ગોઠવણી જરુરી મનાય છે. મોટા પાયે હુમલા થાય તો માત્ર પોલીસ તેનો સામનો કરી શકે તેમ નથી.

969241_596331133751360_165181212_n

969241_596331133751360_165181212_n

baljit singh

baljit singh

Baljit Singh