"Jihadi Bride's" family blame London mosque for her radicalisation 03/08/2015 10:00 am Reshma Trilochun It has been claimed that the teenage jihadi bride, Sharmeena Begum, as well as three of her school friends, Amira Abase, Kadiza Sultana, and Shamina Begum, allegedly fled to Syria to join Islamic State after being radicalised at a women's charity based at one of Britain's biggest mosques.
પેન્શનરોની આવકની સરખામણીએ સારસંભાળ ફીમાં તોતિંગ વધારો 03/08/2015 10:03 am Achyut Sanghavi લંડનઃ વયોવૃદ્ધ લોકોએ હવે ભારે બિલ્સ ચુકવવા પડે છે અને તેમના સંતાનો માટે કશું મૂકી જાય તેવી હાલત રહી નથી. યુકેમાં સારસંભાળની વાર્ષિક ફી £૨૯,૦૦૦થી ઘણી વધી હોવાનું હેલ્થકેર એજન્સીઓ કહે છે. સારસંભાળ ખર્ચ પર મર્યાદા લાદવાનું વચન આગામી વર્ષ સુધી અભરાઈએ ચડાવાયા પછી બહાર આવેલા આંકડા અનુસાર ત્રણ વર્ષમાં પહેલી વખત પેન્શનરોની સરેરાશ આવક કરતા કેર હોમમાં રહેવાનો ખર્ચ ઝડપી વધ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં કેર હોમ ફી વાર્ષિક £૩૩,૮૦૦ જેટલી ઊંચી છે.
• બ્રિટનની વિકાસગાડી વેગવાન બની 03/08/2015 10:06 am Achyut Sanghavi બ્રિટનના અર્થતંત્રે વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વધુ ગતિ પકડી છે. એપ્રિલ-જૂન સુધીના ત્રણ મહિનામાં અર્થતંત્રનો વિકાસ ૦.૭ ટકા રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૦.૪ ટકા હતો. આ સુધારા માટે સર્વિસ સેક્ટર કારણભૂત રહ્યું છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી અને અન્ય સર્વિસીસ નબળાં પડેલાં આર્થિક વિકાસને મજબૂત બનાવી રહેલ છે. ઊંચા નોર્થ સી પ્રોડક્શનના કારણે ઔદ્યોગિક પેદાશોમાં પણ ઉછાળો આવ્યો છે. જોકે, મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર નબળાં રહ્યાં છે.