... અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા 02/09/2015 7:25 am Viren Vyas જ્યારથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી લોકોમાં ફક્ત એક જ ચર્ચા હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે કેમ ચૂપ છે. અનામત આંદોલન પર પ્રતિક્રિયા આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ઓગસ્ટે ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું હતું કે ૧૦ લોકોનો જીવ લેનાર આંદોલને સમગ્ર દેશને આઘાત પમાડ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં થયેલી હિંસાએ આખા દેશને વિચલિત કરી દીધો છે. ગાંધી અને સરદારની ભૂમિમાં જે કાંઇ બની રહ્યું છે તેનાથી દેશ આઘાતમાં છે અને દુઃખ અનુભવી રહ્યો છે.