જન્માષ્ટમીઃ પૂર્ણ પુરુષોત્તમનો જન્મદિન 04/09/2015 7:18 am Nilesh Parmar ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. ભક્તજનો ગોકુળમય બનીને શ્રીકૃષ્ણના જન્મની વધામણી વિવિધ રીતે ઊજવે છે. જન્માષ્ટમી પર્વે શ્રીકૃષ્ણને શણગાર સજાવીને ભાવતાં ભોજન પીરસવામાં આવે છે. વ્રજમાં ઉજવાતો હાંડી-ઉત્સવ હવે તો ઠેર ઠેર ઉજવાય છે.
ISના બે બ્રિટિશ જેહાદીનો ૩૦૦૦ માઈલથી ડ્રોનહુમલામાં ખાતમો 08/09/2015 7:50 am Achyut Sanghavi લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યાના ષડયંત્ર તેમ જ બ્રિટનની શેરીઓમાં ત્રાસવાદી હુમલાનું આયોજન કરનારા ઈસ્લામિક સ્ટેટના બ્રિટિશ જેહાદીઓ રીયાદ ખાન (૨૧) અને રુહુલ અમીન (૨૬)ને ૨૧ ઓગસ્ટે સીરિયામાં રીપર ડ્રોન હુમલામાં ખતમ કરી દેવાયાની જાહેરાત કરીને ડેવિડ કેમરને સાંસદોને ચોંકાવી દીધા હતા. વડા પ્રધાને સંસદની અનુમતિ લીધા વિના જ ડ્રોન હુમલાનો આદેશ આપ્યો હતો. નોંધપાત્ર એ છે કે રોયલ એર ફોર્સની ટીમે લિંકનશાયરમાં ૩,૦૦૦ માઈલના અંતરેથી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
રાજકીય આશ્રય માટે બ્રિટન હોટ ફેવરિટઃ પાક. નાગરિકોની સૌથી વધુ અરજી 08/09/2015 7:51 am Achyut Sanghavi લંડનઃ વર્ષ ૨૦૧૪માં બ્રિટનમાં આશ્રય લેવા નાગરિકો તરફથી કરાયેલી અરજીના ટોપ ચાર દેશોની યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમાકે છે. ભારતના ચાર પાડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના નાગરિકોએ બ્રિટનમાં શરણ લેવા સૌથી વધુ અરજી કરી છે. વર્ષ ૨૦૧૪માં દ્વિતીય ક્રમાંકિત પાકિસ્તાન તરફથી ૨૭૧૧ જેટલી અરજી કરાઈ હતી. જ્યારે પ્રથમ ક્રમાંકે ઇરેટ્રેલિયા (૩૨૩૯), ત્રીજા સ્થાને સીરિયા (૨૦૮૧), ચોથા સ્થાને ઈરાન (૨૦૧૧) અને પાંચમાં સ્થાને આલ્બેનિયા (૧૫૧૭) છે. શ્રી લંકા તરફથી ૧૨૮૨ અને બાંગલાદેશીઓ દ્વારા ૭૪૨ આશ્રયઅરજી કરાઈ છે.
ખાદ્યસુરક્ષા ભંગ બદલ સ્ટોરને દંડ 08/09/2015 7:51 am Achyut Sanghavi બર્મિંગહામઃ કન્વીનિઅન્સ સ્ટોર્સના ૪૭ વર્ષીય માલિક એક્લામુર રહેમાનને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા £૪૦૬૨નો દંડ અને કોર્ટખર્ચ ચુકવવા આદેશ કરાયો છે. રહેમાને ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતા નિયમોનો ભંગ કર્યો હતો. રહેમાન બર્મિંગહામમાં બાંગલા ફૂડ સર્વિસીસ સ્ટોર ચલાવે છે.
Spectacular festival for Krishna Janmashtami at Watford Temple 04/09/2015 9:24 am Reshma Trilochun On 5th and 6th September 2015, thousands of people from all across the UK visited Bhaktivedanta Manor Hare Krishna Temple, in Watford, to attend the biggest and most spectacular Janmashtami festival outside of India. The festival celebrated the birth of Lord Krishna.