અનામતઃ મુદ્દો એક નથી, અનેક છે... 08/09/2015 8:03 am Nilesh Parmar ગુજરાતમાં પાટીદારોએ કરેલી અનામતની માગણીનાં આંદોલનનો પડઘો વિદેશવાસી ગુજરાતીઓમાં ના પડે તો જ નવાઈ. ગુજરાત અને ગુજરાતીઓએ સર્વત્ર પોતાની સંવેદનશીલતા જાળવી રાખી છે. અમેરિકામાં કેટલાક ગુજરાતીઓએ એકઠા થઈને અપીલ બહાર પાડી છે અને લંડનમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના ઉપક્રમે શ્રી સી. બી પટેલે ૧૩ સપ્ટેમ્બરે કેટલાક મહાનુભાવોને ચર્ચા કરવા બોલાવ્યા તેનો સારો પ્રતિસાદ અહીં ગુજરાતમાં પડ્યો છે.
Nehru Centre welcomes a new Director and Minister of Culture 08/09/2015 8:06 am Rupanjana Dutta Mr Srinivas Gotru has taken over as the Minister of Culture at the Indian High commission and the new Director of the Nehru Centre after Ms Sangeeta Bahadur returned to Delhi, once her tenure finished.
BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો 08/09/2015 8:08 am Kamal Rao BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૨૯ ઓગસ્ટના રોજ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો હતો. વર્ષના આરંભે શરૂ કરાયેલી BAPS ચેરિટીઝ એન્યુઅલ ચેલેન્જમાં ભાગ લેનારા નાના બાળકોથી માંડી નેવું વર્ષ સુધીના વૃદ્ધો સહિત હજારો લોકો દ્વારા આ ભંડોળ એકત્ર થયું હતું.
હવે જાટ ઓબીસી અનામતનો દિલ્હીમાં ઉહાપોહ 08/09/2015 8:27 am Nilesh Parmar સરદાર પટેલ, ડો. આંબેડકર અને સંઘ પણ અમુક વર્ષો પછી અનામત નાબૂદીના પક્ષધર હોવા છતાં એમના વિચારનો અમલ લગભગ અશક્ય બની ગયો છે
૧૦૦ ગામનો વિકાસ કરશે આફ્રિકાવાસી ઉદ્યોગપતિ 08/09/2015 8:36 am Viren Vyas પોરબંદરના વતની અને અત્યારે આફ્રિકાના ઉદ્યોગપતિ ઇસ્માઈલી ખોજા કોમના ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબના અનુયાયી એવા રીઝવાન આડતિયાએ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાને આદર્શ ગામ બનાવી આસપાસના ૧૦૦ ગામનો વિકાસ કરવાની ખાતરી આપી છે.
અમરેલી-જૂનાગઢ પંથકમાં વરસાદ 08/09/2015 8:47 am Viren Vyas સારા વરસાદને લાંબો સમય વીતી ગયો હોવાથી ખેતરોમાં ઊભેલા પાકને છેલ્લે છેલ્લે જે જરૂર હતી તે પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવા સમયે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ૩ સપ્ટેમ્બરે પલટો આવતા અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
પર્યુષણ મહાપર્વના કાર્યક્રમો 08/09/2015 9:15 am Kamal Rao * નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા તા. ૧૦-૯-૧૫થી સેન્ટ મેથ્થીયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, લંડન NW9 6QY ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી આમંત્રીત સંગીત સમ્રાટ અનિલ ગેમાવટ તથા વિધિકારક હરીશભાઇ જોટાનો લાભ મળશે. તા. ૧૩-૯-૧૫ બપોરે ૧ કલાકે લક્ષ્મી પૂજન, તા. ૧૪ બપોરે ૨થી મહાવીર જન્મ વાંચન, ચૌદ સ્વપ્નાની વિધિ તેમજ તા. ૨૦-૯-૧૫ના રોજ મણીભદ્ર પૂજન, તપસ્વી બહુમાન અને બપોરે ૧૨-૩૯ કલાકે સ્વામી વાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ શાહ 020 8459 4953 અને કેસી જૈન 020 8202 0469.