હળવી ક્ષણોએ... 09/09/2015 6:38 am Mukesh Patel પત્નીઃ મેં તમને જોયા વગર લગ્ન કર્યાં. મેં કેવું સાહસ કર્યું કહેવાય! પતિઃ અરે ગાંડી, તું મારું સાહસ જો. મેં તો તને જોયા પછી પણ તારી સાથે લગ્ન કર્યાં.•
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારી શરૂ 08/09/2015 2:07 pm Viren Vyas ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મહામેળામાં ગુજરાત સહિતથી દેશવિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, રથ અને ધજાઓ સાથે આવે છે.
.... તો સવિનય કાનૂનભંગ કરી દાંડીયાત્રા નિકળશે 08/09/2015 2:13 pm Viren Vyas પાટીદાર અનામત આંદોલન સમિતિએ ૬ સપ્ટેમ્બર સવારે ૬ વાગ્યાથી દાંડી ખાતેથી પાટીદાર અનામત કૂચની યોજના બનાવી હતી, પરંતુ મંજૂરી ન મળતાં અત્યારે આ ઊંધી દાંડીયાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જોકે બીજી તરફ સમિતિના સંયોજક હાર્દિક પટેલે સરકારને આવી ઊંધી દાંડીયાત્રા માટે મંજૂરી આપવા ૧૨ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
… તો કેટલાક પાટીદારો વિદેશ જઈ શકશે નહીં? 08/09/2015 2:17 pm Viren Vyas વિશ્વના મોટાભાગના દેશોમાં ગુજરાતના પાટીદારો વિવિધ ક્ષેત્રમાં આગળ છે. પાટીદારો તેની આર્થિક સમૃદ્ધિ માટે જાણીતા છે. અમેરિકામાં સૌથી વધુ મોટેલ પાટીદારો ધરાવે છે. આ ઉપરાંત યુકે, આફ્રિકા જેવા દેશોમાં પણ પાટીદારો સ્થાનિક કક્ષાએ નામના ધરાવે છે.હવે, જ્યારે અનામત આંદોલનને લઈને રાજ્યભરમાં તાફોનો ફાટી નીકળ્યા હતાં તેમાં પોલીસે અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાંથી ઘણા પાટીદાર યુવકોની ધરપકડ કરી છે. એવામાં જ્યારે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો હોય તો અમેરિકા જેવા દેશના વિઝા આપવામાં તેને ગંભીરતાથી લેવામાં આવે છે.