વિશ્વની સૌથી મોટી અગરબત્તી અંબાજીના ચાચર ચોકમાં 21/10/2015 10:59 am Vikram Nayak અંબાજીઃ અંબાજીમાં વિશ્વની સૌથી મોટી એકસઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ વ્યાસવાળી અગરબત્તી ૧૭મી ઓક્ટોબરે સાંજે ચાચરચોકમાં પ્રગટાવવામાં આવી હતી.
એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસઃ જન્મભૂમિ ઈંગ્લેન્ડ, કર્મભૂમિ ગુજરાત 24/10/2015 7:06 am Sandip Bhavsar કરેલ કીર્તિમેર, દુનિયામાં તે દેખવાફાર્બસ રૂપે ફેર, ભોજ પધાર્યો ભૂમિમાં.અર્વાચીન ગુજરાતની પ્રતિષ્ઠા કરવામાં લંડનમાં જન્મેલા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે જે મહત્ત્વનો ફાળો આપ્યો, તેને પરંપરાગત ઉપમાનો દ્વારા, કોઈ અજ્ઞાત કવિની આ પંક્તિઓ સચોટ રીતે દર્શાવે છે. ગુજરાત બહાર ફાર્બસ મુખ્યત્વે ‘રાસમાળા’ નામના અંગ્રેજી પુસ્તકના કર્તા તરીકે જાણીતા છે, પણ અર્વાચીનતાની જે ગંગા ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં ગુજરાતમાં - અને ખાસ કરીને અમદાવાદમાં અવતરી તેના ભગીરથ હતા ફાર્બસ.
અતૂટ મૈત્રીનું પુનિત ઝરણુંઃ રાજા રામમોહન રાય અને બાબુ દેવેન્દ્રનાથ 24/10/2015 7:12 am Sandip Bhavsar વાઝડી ને વંટોળ વિખરાઈ ગયા હોય એવો એનો દેખાવ થયો. તેણે રામરતન અને રામહરિને કહ્યું, ‘જાવ ઊંઘી જાવ.’બન્ને લબરમુછિયાને રજા આપતાં પૂર્વે પૂછાય એટલા પ્રશ્નો પૂછીને ઝીણામાં ઝીણી વિગત જાણી લીધી હતી. એક-એક સવાલની પાછળથી ધગધગતા અંગારા જેવા ઉત્તરથી ઉરમાં આગ ઊઠી હતી. આંખમાંથી આંસુ નીતર્યાં હતા. આખરે ધૈર્યને ધારણ કરીને બન્ને કિશોરોને વિદાય કર્યાં. એકલા પડેલા અડાબીડ આદમીના ચિત્તમાં મિત્રનાં સ્મરણો રાતભર ચિતરાતાં રહ્યાં.
• જાસૂસોને હેકિંગની નવી સત્તા 24/10/2015 7:14 am Achyut Sanghavi બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીના જાસૂસોને નવા કાયદા હેઠળ સ્માર્ટફોન્સ અને કોમ્પ્યુટર્સ હેક કરવાની સત્તા પ્રાપ્ત થશે. જોકે, આના કારણે પ્રજાના પ્રાઈવસીના અધિકારોના મુદ્દે અભિયાન ચલાવતી સંસ્થાઓ સાથે સંઘર્ષ વધી જશે. MI5, MI6 અને GCHQને આગામી મહિને આવનારા નવા ઈન્વેસ્ટિગેટરી પાવર્સ બિલમાં વ્યાપક ઈલેકટ્રોનિક સર્વેલન્સ ક્ષમતા ધરાવતી સત્તા મળવાની છે. આ સત્તાથી ઈન્ટેલિજન્સ એજન્સીઓનો આત્મવિશ્વાસ ઘણો વધી જશે.
• સજાતીય લગ્નોમાં ૫૫ ટકા સ્ત્રી દંપતી 24/10/2015 7:15 am Achyut Sanghavi માર્ચ ૨૦૧૪માં સજાતીય લગ્ન કાયદામાં બદલાવ પછી એક જ જાતિના કુલ ૧૫,૦૯૮ દંપતીએ લગ્ન કર્યા છે. આવા લગ્નોની વિશેષતા એ છે કે દર સાતમાંથી એક સ્ત્રીએ અગાઉ પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નોમાં ૫૫ ટકા હિસ્સો સ્ત્રી દંપતીનો છે. આ સ્ત્રીઓમાં ૧૪ ટકા સ્ત્રીઓ વિજાતીય લગ્નમાં જોડાયેલી હતી, જ્યારે પુરુષોમાં આઠ ટકા અગાઉ સ્ત્રી સાથે લગ્નબંધનમાં હતા.
એન્ટોનિયો બોપારાન સામે જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપો લાગી શકે 24/10/2015 7:15 am Achyut Sanghavi બર્મિંગહામ,લંડનઃ £૧૩૦ મિલિયનના ફૂડ ઉત્પાદક સામ્રાજ્યના વારસદાર એન્ટોનિયો બોપારાન સામે જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપો લાગી શકે છે. બોપારાને ૨૦૦૬માં કરેલા કાર અકસ્માતનો ભોગ બનેલી સેરિસ એડવર્ડ્સનું નવ વર્ષની વયે હોસ્પિટલમાં ઈન્ફેક્શનથી મોત થયું હતું. બોપારાનને એપ્રિલ ૨૦૦૮માં જોખમી ડ્રાઈવિંગનો દોષિત ઠરાવી ૨૧ મહિનાની જેલની સજા થઈ હતી, પરંતુ છ મહિના પછી તેને છોડી દેવાયો હતો. હવે અકસ્માતના નવ વર્ષ પછી સેરિસના પેરન્ટ્સે પોલીસને જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપ લગાવવા માગણી કરી છે. જો અકસ્માતમાં સેરિસનું મોત થયું હોત તો તે સમયે ૧૯ વર્ષના બોપારાનને ૧૪ વર્ષની જેલની સજા થઈ હોત.
બોબી ચીમા-ગ્રુબ હાઈ કોર્ટમાં પ્રથમ એશિયન મહિલા જજ 24/10/2015 7:16 am Achyut Sanghavi લંડનઃ દેશમાં સૌથી સીનિયર પ્રોસિક્યુટિંગ બેરિસ્ટર્સમાં સ્થાન ધરાવતાં ૪૯ વર્ષીય બોબી ચીમા-ગ્રુબ QC બ્રિટનમાં હાઈ કોર્ટમાં સર્વ પ્રથમ એશિયન મહિલા જજ બન્યાં છે. ૫૪ વર્ષીય વર્તમાન સર્કિટ જજ જુલિયટ મેરી મે QC પણ હાઈ કોર્ટમાં નિયુક્ત કરાયા છે. આ બે મહિલા જજ સાથે હાઈ કોર્ટના કુલ ૧૦૮ જજમાં મહિલા જજની સંખ્યા ૨૩ની થશે. એક દાયકા અગાઉ મહિલા જજની સંખ્યા માત્ર ૧૦ હતી.
રાઈટ ટુ રેન્ટ નિયમો ફેબ્રુઆરી ૨૦૧૬થી અમલી બનાવાશે 24/10/2015 7:18 am Achyut Sanghavi લંડનઃ સરકારે પહેલી ફેબ્રુઆરી ૨૦૧૬થી ‘રાઈટ ટુ રેન્ટ’ નિયમો દાખલ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો હેઠળ ઈંગ્લેન્ડના તમામ ખાનગી મકાનમાલિકોએ નવા ભાડૂતોને મકાન ભાડે આપતા પહેલા તેઓ યુકેમાં રહેવાનો અધિકાર ધરાવે છે કે નહિ તેની ચકાસણી કરવાની રહેશે. જો મકાનમાલિકો આગોતરી ચકાસણીમાં નિષ્ફળ જાય તો પ્રતિ ભાડૂત £૩,૦૦૦ સુધીની પેનલ્ટીનો સામનો કરવાનો રહેશે. આ નિયમો ખાનગી મકાનમાલિકો ઉપરાંત, પ્રોપર્ટી પેટા ભાડે આપતા અને લોજર્સને રહેવા જગ્યા આપનારાને લાગુ પડશે.
સમીના ઈમામના હત્યા કેસમાં કૂપર ભાઈઓને જેલની સજા 24/10/2015 7:19 am Achyut Sanghavi બર્મિંગહામઃ ગયા વર્ષે ક્રિસમસની પૂર્વસંધ્યાએ કોસ્ટકોની ૩૪ વર્ષીય માર્કેટિંગ મેનેજર સમીના ઈમામની ક્લોરોફોર્મના ભારે ડોઝથી ગુંગળાવી હત્યા કરનારા કેશ એન્ડ કેરીના બોસ રોજર કૂપર (૪૧) અને તેના ભાઈ પૂર્વસૈનિક ડેવિડ કૂપર (૩૯)ને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. તેમણે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ જેલમાં પેરોલ વિના ગાળવા પડશે. જજ પેટ્રિક થોમસે ચુકાદામાં જણાવ્યું હતું કે બન્ને ભાઈએ ઈરાદાપૂર્વક અને ઠંડા કલેજે આયોજન સાથે હત્યા કરી છે. શમીનાનો મૃતદેહ ડેવિડના એલોટમેન્ટમાંથી ૧૬ જાન્યુઆરીએ મળી આવ્યો હતો.
ભારતીય દૂતાવાસ સામે શીખો દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન 24/10/2015 7:21 am Achyut Sanghavi લંડનઃ ભારતના પંજાબમાં શીખ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કથિત પાશવતાના વિરોધમાં સેન્ટ્રલ લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર શીખોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાંતિપૂર્ણ વિરોધ અચાનક હિંસક બની ગયો હતો અને એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં પોલીસે ૨૦ શીખ દેખાવકારની ધરપકડ કરી હતી. પ્રદર્શનના કારણે ભારતીય મિશનની આસપાસ ઘેરાબંધી કરાઈ હતી. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે દેખાવકારો રસ્તાઓ બ્લોક કરતાં પોલીસને કાર્યવાહી કરવી પડી છે.