શ્રવણની જેમ વડિલોની સેવા કરનારા સંતાનોને 'શ્રવણ સન્માન' એનાયત થશે 27/10/2015 3:01 pm Kamal Rao ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તરફથી સંદી વિંઝતો આર્યન પટેલ 27/10/2015 3:29 pm Kamal Rao ધોરણ ૬માં અભ્યાસ કરતા આર્યન પટેલે ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તરફથી સદી વિંઝીને પોતાની ટીમને રેટક્લીફ કોલેજ સામે વિજય અપાવ્યો હતો અને શાળાની રેકોર્ડ બુકમાં શાળા તરફથી પ્રથમ વખત સદી ફટકારનાર ક્રિકેટર તરીકેનુ બહુમાન મેળવ્યું છે.
ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા કોમ્ફેડના પ્રમુખ એન કોટનને અહિંસા એવોર્ડ એનાયત થયો 27/10/2015 3:52 pm Kamal Rao ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા તા. ૧૪મી અોક્ટોબરના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે યોજાયેલા એક સમારોહમાં આફ્રિકામાં કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ કાર્ય કરનાર કોમ્ફેડના પ્રમુખ એન કોટનને વર્ષ ૨૦૧૫નો અહિંસા એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે અતિથી વિશેષ પદે એમપી ગેરેથ થોમસ તેમજ મહેમાન તરીકે લોર્ડ ધોળકીયા, એમપી બેરી ગાર્ડીનર અને એમપી અલોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
સહુની નજર હવે સુપ્રીમ કોર્ટ ભણી 27/10/2015 4:12 pm Vikram Nayak લોકતંત્રમાં સર્વોપરી કોણ - ન્યાયતંત્ર કે સંસદગૃહ? વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં છેલ્લા એક પખવાડિયાથી આ પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. દેશના ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે નેશનલ જ્યુડિશ્યલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી) રચવાનું સૂચવતા કાયદાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો છે. જસ્ટિસ કેહરના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ૪ વિરુદ્ધ એક મતે ચુકાદો આપતાં અભિપ્રાય વ્યક્ત કર્યો છે ન્યાયમૂર્તિઓની પસંદગીમાં સરકારી ભૂમિકાને કોઇ સ્થાન હોય શકે નહીં.
ગીતાની ભારત-વાપસીમાં છૂપાયેલો સંદેશ 27/10/2015 4:13 pm Vikram Nayak દોઢ દસકા પછી સોમવારે ગીતા પાકિસ્તાનથી સ્વ-દેશ ભારત પહોંચી છે. આ સમયે દિલ્હી એરપોર્ટથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સુધી જોવા મળેલો ઉમંગ-ઉલ્લાસ ઉડીને આંખે વળગે તેવો હતો. છ વર્ષની એક મૂક-બધીર બાળકી ભારત-પાક.ને જોડતી સમજૌતા એક્સપ્રેસમાં બેસીને ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે.