Esha Gupta refuses to promote a skin lightening product 28/10/2015 6:04 am Mitul Paniker Bollywood actresses have started to speak over the bias promoted by the insensitive marketing of fairness products
ઉમદાહૃદયી ‘કરી કિંગ’ લોર્ડ ગુલામ નૂનનું નિધન 28/10/2015 6:07 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉમરાવોમાં સ્થાન ધરાવતા અને યુકેમાં ‘કરી કિંગ’ના ઉપનામે જાણીતા લોર્ડ ગુલામ નૂનનું મંગળવાર, ૨૭ ઓક્ટોબરે ૭૯ વર્ષની વયે નિધન થયું હતું. મુંબઈમાં ચોથી જાન્યુઆરી ૧૯૩૬ના દિવસે મુસ્લિમ પરિવારમાં જન્મેલા ગુલામ કાદરભાઈ નૂને ૨૦૦ મિલિયન પાઉન્ડનું નૂન પ્રોડક્ટસ બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. બ્રિટનના લોકોને સ્વાદિષ્ટ ‘ચિકન ટિક્કા મસાલા’નો સ્વાદ દાઢે વળગાવાનો યશ લોર્ડ નૂનના બિઝનેસને જાય છે. તેઓ છેલ્લા બે વર્ષથી લિવરના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. કીમોથેરાપીની સારવારથી તેમની તબિયતમાં થોડો સુધારો જણાયો હતો, પરંતુ ગત છ મહિનામાં તેમનું આરોગ્ય ઘણું કથળ્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગાજી 28/10/2015 10:19 am Khushali Dave સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાનૂની જંગ અને પાટીદાર આંદોલનના વાતાવરણ વચ્ચે ૨૪મી ઓક્ટોબરે રાજ્યના ચૂંટણી પંચે ઓચિંતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતાં રાજ્યમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઇલેક્શન કમિશને ૨૪મી ઓક્ટોબરે જાહેરાત કરી હતી એ પ્રમાણે ગુજરાતની અમદાવાદ સહિતની ૬ મહાનગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની સામાન્ય તેમ જ નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પ્રસંગોપાત્ત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે. ચૂંટણીઓ જાહેર થવાની સાથે જ ૨૪મી ઓક્ટોબરથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો.
બ્રિટને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય બાળકોને પણ મોરચા પર મોકલ્યાં 28/10/2015 6:08 am Achyut Sanghavi લંડન: પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનાએ જર્મની સામેની લડાઈમાં પશ્ચિમી મોર્ચે ૧૦થી૧૨ વર્ષના ભારતીય બાળકોને પણ સેનામાં ભરતી કર્યા હતા. આ યુદ્ધમાં ભારતીય સૈનિકોની ભૂમિકા વિશે ભારતીય મૂળની લેખિકા અને ઈતિહાસકાર શરબાની બસુએ લખેલાં પુસ્તક ‘For King and Another Country: Indian Soldiers on the Western Front 1914-18’માં આ ઘટસ્ફોટ કરાયો છે. આ માટે લેખિકાએ નેશનલ આર્કાઈવ્ઝ અને બ્રિટિશ લાઈબ્રેરીમાં રહેલાં સત્તાવાર દસ્તાવેજોનો આધાર લીધો છે. બ્રિટિશ સામાજ્યના ખુણાઓમાંથી લઈ જવાયેલાં બાળકોની યુદ્ધમાં ભૂમિકા સહાયકની હોવા છતાં તેમને મુખ્ય મોરચાની ખુબ જ નજીક રખાતા હોવાથી ઘણાંને ઈજા થવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં.
નૈરોબીમાં કચ્છીઓ બનાવશે રૂ. ૧૦૦ કરોડની હોસ્પિટલ 28/10/2015 10:29 am Khushali Dave કેન્યામાં વસતા કચ્છી પટેલ સમાજ જ્ઞાતિની સભામાં એવો નિર્ણય લેવાયો કે, કચ્છીઓ નૈરોબીમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક હોસ્પિટલ બાંધશે.
શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ કરાશે 28/10/2015 10:40 am Khushali Dave વડોદરા જિલ્લાના પ્રાંતકક્ષાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશના ખ્યાતનામ શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવશે.
Steps to take to prevent tooth ailments 28/10/2015 6:10 am Mitul Paniker As we get older our teeth start showing signs of wear and tear; signs like darkening of teeth, gum, tooth decay, loosening of teeth, widening gaps between teeth and finally tooth loss