Christian convert has kneecap smashed in hate crime 24/11/2015 2:48 pm Reshma Trilochun A father of six, Nissar Hussain (49), a former Muslim who converted to Christianity, has had his knee broken in an alleged religious hate crime.
વડાપ્રધાન શ્રી મોદીની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા 24/11/2015 2:49 pm Kamal Rao વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.
છ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૮ ટકા મતદાન 25/11/2015 7:24 am Khushali Dave ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા તબક્કે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ ૪૮ ટકા મતદાન નોંધાયું છે. ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૭૨ બેઠકો માટે સંપન્ન થયેલા મતદાનમાં ૧,૮૫૬ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું અને બીજી ડિસેમ્બરે યોજાનારી મતગણતરીમાં મતદારોનો મત સ્પષ્ટ થશે. બીજા તબક્કે આગામી ૨૯મી નવેમ્બરના રોજ ૩૧ જિલ્લા, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓમાં મતદાન યોજનાર છે.
મિડલસેક્સના સીમાબહેને અમદાવાદમાં બે બેગ સ્નેચર્સ પકડાવ્યા 25/11/2015 7:30 am Khushali Dave મૂળ જામખંભાળિયાના અને વર્ષોથી બ્રિટનના મિડલસેક્સમાં આવેલા કર્કલેન્ડ ડ્રાઈવ વિસ્તારમાં સ્થાયી થયેલા રાજેશભાઈ વડગામા અને તેમનાં પત્ની સીમાબહેન અમદાવાદ ફરવા આવ્યા હતા. ૨૦મી નવેમ્બરે રાત્રે દંપતી અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડથી આવતી બાઇકના બે સવારોમાંથી પાછળ બેઠેલા યુવકે સીમાબહેનના હાથમાંથી બેગ ઝૂંટવવાની કોશિશ કરી, પણ સીમાબહેને મજબૂતીથી બેગ પકડી રાખી અને પોતાની તરફ ખેંચી. જેથી બાઇક પાછળ બેઠેલો યુવક પડી ગયો અને બાઇક સવારે બાઇકનું બેલેન્સ ગુમાવતાં બાઇક પણ પડી ગઈ. આ દરમિયાન સીમાબહેન અને તેમના પતિએ બૂમાબૂમ કરી મૂકતાં ભીડ એકઠી થઈ ગઈ અને બાઇક સવારોને નવરંગપુરા પોલીસને હવાલે કરવામાં આવ્યા.
Unite against terrorism: Modi 25/11/2015 4:48 am K.K. Joseph Indian Prime Minister Narendra Modi urged the world to speak in one voice against terrorism and said that countries must be held accountable for sanctuaries and support to terror.