વડનગરમાં ઉજવાયો તાના-રીરી મહોત્સવ 25/11/2015 8:07 am Khushali Dave મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે સંગીતની સુરાવલીઓ માણી હતી.
માનવતા સૌથી મોટો ધર્મ 25/11/2015 5:04 am Mukesh Patel વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસના ત્રીજા દિવસે ભારત-મલેશિયાએ સાઇબર સુરક્ષા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને માળખાગત સુવિધા વિકસાવવા સંબંધિત ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. મલેશિયાની રાજધાનીમાં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે કહ્યું હતું કે વિવિધતા ભારતની તાકાત છે. ધર્મને આતંકવાદ સાથે સાંકળવાનું બંધ કરવાનું આહવાન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે માનવતા સૌથી મોટો ધર્મ છે.
પાટણમાં ભાભીએ સરોગેટ મધર બની નણંદને સંતાનસુખ આપ્યું 25/11/2015 8:10 am Khushali Dave સામાન્ય રીતે નણંદ-ભાભીના સંબંધોમાં ચડભડ રહેતી હોય છે, પણ પાટણના નણંદ-ભાભીનો કિસ્સો કંઈક અલગ અને અનોખો છે. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં નણંદ માટે ભાભીએ સરોગેટ મધર બનીને સંતાન સુખ આપતાં નાના ગામમાં નણંદ-ભાભી વચ્ચેના સ્નેહનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. અહીં બાળક માટે મામી અને માતા એમ બે સંબંધો બંધાયા છે. તેથી કેટલાક પરિવારજનો ખુશ છે તો કેટલાક નારાજ છે.
હળવી ક્ષણોએ... 25/11/2015 5:05 am Mukesh Patel જજ: મેં કેસનો અભ્યાસ કર્યો છે અને દર મહિને તમારી પત્નીને ભરણપોષણ માટે પ્રતિ માસ રૂ. ૨ લાખ આપવાનો નિર્ણય લીધો છે. ઘનિયો: એ ખૂબ સારી વાત છે માનનીય ન્યાયાધીશ અને જ્યારે શક્ય હશે ત્યારે હું પણ મારા તરફથી થોડા પૈસા જરૂર આપીશ!•
લ્યો હવે આવી ગયો છે મધનો મસાજ 25/11/2015 5:07 am Mukesh Patel જર્મનીના ફ્રેન્કફર્ટમાં જમેઇરા નામની અત્યંત જાણીતી હોટેલ આવેલી છે. ૨૪ માળની આ લકઝુરિયસ હોટેલની ખાસિયત એ છે કે એમાં આવેલો તાલીઝ સ્પા પોતાના મહેમાનોને હની અને ફ્રૂટ મસાજ ઓફર કરે છે. મધ અને દાણાદાર ફ્રૂટની પેસ્ટથી કરવામાં આવેલા મસાજનો અનુભવ કરી આવેલા લોકો તો એના વખાણ કરતા થાકતા નથી. આ મસાજમાં ઉપયોગમાં લેવાતું મધ પણ આ હોટેલ જાતે જ બનાવે છે. તેણે પોતાની અગાસી પર ૪૦ હજાર મધમાખીઓને ઉછેરી છે અને તેના શુદ્ધ મધનો જ મસાજમાં ઉપયોગ થાય છે.
દીકરા માટે ૧૫ દીકરીઓની લાઇન કરી 25/11/2015 8:27 am Khushali Dave કન્યા ભ્રૂણહત્યા બાબતે ભારતમાં ઘણી જાગૃતિ આવી છે છતાં દીકરાની ઘેલછામાં દાહોદના ઝારીભુંજીમાં યુગલે દીકરી પર દીકરીનો જન્મ થવા દીધો છે. ૪૦ વર્ષના કનુ સંગોડ અને તેના ૪૫ વર્ષના પતિ રામસિંહે દીકરાની આશામાં પંદર દીકરીઓને જન્મવા દીધી છે.
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ 25/11/2015 8:37 am Khushali Dave ડાંગ જિલ્લાના દંડકારણ્ય વન, ગિરિમથક સાપુતારા અને તેની તળેટીના વિસ્તાર તેમજ વઘઈ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ૨૨મી અને ૨૩મી નવેમ્બરે કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
Indian student invents low-cost baby incubator 25/11/2015 5:10 am Mitul Paniker Malav Sanghavi, studying for his innovation design engineering (IDE) master’s dual degree course at Imperial College London and Royal College of Art, has given new life to millions of newborns worldwide.