એશિયાના સૌથી ધનિક ૫૦ પરિવારમાં ભારતના ૧૪ 27/11/2015 5:45 am Nilesh Parmar એશિયાના ૫૦ સૌથી ધનવાન પરિવારોની યાદીમાં ૧૪ ભારતીય પરિવારનો સમાવેશ કરાયો છે. જાણીતા બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા પ્રથમ વખત જાહેર થયેલી આ યાદીમાં સામેલ ભારતીય પરિવારોમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જ્યારે સંપૂર્ણ યાદીમાં તેઓ ત્રીજા સ્થાને છે. અંબાણી પરિવારની સંપત્તિ ૨૧.૫ બિલિયન ડોલર આંકવામાં આવી છે.
વર્ષે ૨૨૫,૦૦૦ બાળકોનું યૌનશોષણ 27/11/2015 5:46 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં વર્ષે મુખ્યત્વે છોકરીઓ સહિત ઓછામાં ઓછાં ૨૨૫,૦૦૦ બાળકો યૌનશોષણનો શિકાર બને છે, પરંતુ આઠમાંથી માત્ર એક કિસ્સાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાય છે તેમ એક નવા અભ્યાસના તારણો જણાવે છે. ડરી ગયેલા બાળકો બોલતાં નથી. યૌનશોષણના મોટા ભાગના અથવા તો બે તૃતીઆંશ કિસ્સા બાળકોના પરિવાર સાથે જ સંકળાયેલા હોય છે. માર્ચ ૨૦૧૪ સુધીના બે વર્ષમાં પોલીસ અને કાઉન્સિલો દ્વારા યૌનશોષણના આશરે ૫૦,૦૦૦ કેસ નોંધાયા હતા. ઈંગ્લેન્ડના ચિલ્ડ્રન્સ કમિશનર એન લોંગફિલ્ડના દાવા અનુસાર આ સમયગાળામાં ખરેખર ૪૫૦,૦૦૦ બાળકો યૌનશોષણનો શિકાર બન્યા હતા, પરંતુ ૮૫ ટકા બાળકોને હુમલાખોરોથી સલામત રાખી શકાયા ન હતા.
વિઝા ચાર્જીસ વધારી બજેટકાપ સરભર કરાશે? 27/11/2015 5:47 am Achyut Sanghavi લંડનઃ પેરિસ ત્રાસવાદી હુમલાના પગલે કન્ઝર્વેટિવ સાંસદોએ પોલીસ બજેટોમાં સૂચિત કાપ અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી હોમ સેક્રેટરી થેરેસા મે સૂચિત કાપને સરભર કરવા વિઝા ચાર્જીસ વધારવાની યોજના ઘડી રહ્યાં છે. જોકે, આ યોજનાથી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ખુશ નથી. ચાન્સેલરને ડર છે કે ઊંચા વિઝા ચાર્જીસ પર્યટકો અને વિદ્યાર્થીઓને બ્રિટનમાં આવતા અવરોધી શકે છે. યુકે શોર્ટ ટર્મ ટુરિસ્ટ વિઝા માટે ૮૫ પાઉન્ડ ચાર્જ કરે છે. આ જ પ્રકારના વિઝા માટે ફ્રાન્સ ૬૦ યુરો અને યુએસ ૧૬૦ ડોલરનો ચાર્જ કરે છે. સ્ટુડન્ટ વિઝા માટે યુકેનો ચાર્જ હાલ ૩૨૨ પાઉન્ડ છે, જ્યારે લાંબી મુદતના મુલાકાતીઓ માટે ફી વધતી જાય છે.
• એકલવાયા લોકોને વહેલું મોત આવે 27/11/2015 5:47 am Achyut Sanghavi સામાજિક એકલતા અકાળે અથવા વહેલા મૃત્યુની શક્યતા ત્રણ ગણી વધારે છે. એકલતાથી લોકોની ઈમ્યુન સિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે અને પરિણામે તેઓ બીમારી અને વહેલા મોત માટે વધુ અસલામત બને છે. અતિ એકલતાની લાગણી તેમનામાં બાયોકેમિકલ વિષચક્ર સર્જે છે. ઈંગ્લેન્ડમાં ૭૫થી વધુ વયના લોકોના અડધાથી વધુ લોકો એકલા રહે છે. અંદાજે પાંચ મિલિયન પેન્શનરો માટે ટેલિવિઝન જ આધારભૂત સંગાથી બની રહે છે.
Leicester man jailed for abusing air hostess 27/11/2015 5:55 am Reshma Trilochun 46-year-old Jasbir Singh Bharaj, from Leicester, has been sentenced to 11 months imprisonment, after abusing an air hostess while drunk, causing damage to the in-house entertainment worth £2,500, as well as biting the police officer who arrested him.
ફાર્મા ક્ષેત્રે સૌથી મોટું ટેકઓવરઃ ફાઈઝર ૧૬૦ બિલિયન ડોલરમાં એલારગન ખરીદશે 27/11/2015 6:14 am Nilesh Parmar અમેરિકાની ફાર્માસ્યુટિકલ સેક્ટરની દિગ્ગજ ફાઈઝર કંપની દ્વારા સ્પેશિયાલિટી ફાર્મા બિઝનેસની અગ્રણી ખેલાડી એલારગનને આશરે ૧૬૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૧૦.૬૩ લાખ કરોડ રૂપિયામાં ટેકઓવર કરશે. ફાર્મા ઉદ્યોગની આ સૌથી મોટી ડીલના પગલે ફાઈઝર દુનિયાની નંબર વન ફાર્મા કંપની બની જશે. એલારગન તેની પ્રોડક્ટ 'બોટોક્સ' માટે ખ્યાતનામ છે.
હરિને ભજતાં હરિ-હરનાં દર્શન કરવાં છે? તો "હરિ અોમ હોલીડેઝ"ને સહારે જાજો 27/11/2015 6:31 am Ajay Kumar પૃથ્વીના ફલક પર પથરાયેલ વિશ્વભરના દેશોમાં જોવાલાયક સ્થળો ને પ્રાકૃતિક સૌંદર્યોનું દર્શન કરાવનાર "હરિ અોમ હોલીડેઝ"ના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. “હરિ અોમ હોલીડેઝ"ના અાયોજકોએ જણાવ્યા મુજબ, “અમારા સુવ્યવસ્થિત ટૂર્સના અાયોજનને કારણે સહેલાણીઅોની સંખ્યા અને માંગ વધતી જાય છે.
એક્ષીસ બેન્કના 'એક્ષીસરેમીટ યુકે' એપ્સ દ્વારા ભારત નાણાં મોકલો 27/11/2015 6:32 am Ajay Kumar ભારતની ખાનગી ક્ષેત્રની લોકપ્રિય અને અઢી વર્ષથી યુકેમાં સેવાઅો આપતી એક્ષીસ બેન્ક દ્વારા 'એક્ષીસરેમીટ યુકે'ના નામની એપ્સ લોંચ કરી છે, જેના દ્વારા તમે પોતાના મોબાઇલ ફોન કે ટેબ્લેટની મદદથી ભારતમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા કે ભારતમાં મોબાઇલ ફોન ધરાવતા મિત્રો કે સ્વજનોને બ્રિટનથી માત્ર ગણતરીને સેકન્ડોમાં નાણાં મોકલી શકશો.