બ્રિટિશ પેન્શનરોને વૃદ્ધાવસ્થામાં માત્ર ૩૮ ટકા આવક મળે છે 07/12/2015 6:04 am Achyut Sanghavi લંડનઃ લોકો જ્યારે બચતો પર જીવવાનું શરૂ કરે ત્યારે તેમની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. બ્રિટનમાં પેન્શનરોની આવકમાં ભારે ઘટાડો નોંધાય છે. વિશ્વમાં બ્રિટિશ પેન્શનરો કામ કરતા હોય ત્યારે મળતી આવકના ૪૦ ટકાથી ઓછી આવક સરકારી યોજનાઓ મારફત મેળવે છે. નેધરલેન્ડ્સના પેન્શનરો મૂળ આવકના ૯૫ ટકા જેટલી આવક આ રીતે મેળવે છે. બ્રિટિશરોની સરખામણીએ મેક્સિકન અને ચિલિઅન પેન્શનરોને અનુક્રમે વૃદ્ધાવસ્થામાં ૨૮ ટકા અને ૩૮ ટકાથી ઓછી આવક મળે છે. OECDના મુખ્ય ૩૪ અર્થતંત્રોમાં વૃદ્ધાવસ્થામાં મૂળ આવકના સરેરાશ ૬૩ ટકા આવક મળે છે.
કોમેડીસ્ટાર ગોવિંદાને સુપ્રીમની ગંભીર સલાહ 02/12/2015 6:56 am Khushali Dave સંતોષ રાય નામની વ્યક્તિએ ૧૬મી જાન્યુઆરી ૨૦૦૮ના રોજ કોમેડી સ્ટાર ગોવિંદાએ તેને થપ્પડ મારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો એવી ફરિયાદ પોલીસમાં કરી હતી અને બોમ્બે હાઇ કોર્ટે સંતોષની ફરિયાદ ફગાવી દીધી હતી. એ પછી સંતોષે સુપ્રીમમાં આ મુદ્દે અપીલ કરી હતી. સોમવારે કોર્ટે આ ઘટનાનો વીડિયો જોઈને ગોવિંદાને કહ્યું કે, તમે મોટા હીરો છો. મોટું મન રાખો.
ભારતને £૨૭૯ મિલિયનની બ્રિટિશ સહાય 07/12/2015 6:06 am Achyut Sanghavi લંડનઃ ટોરી સાંસદોના વિરોધ છતાં બ્રિટને ગયા વર્ષે ભારતને ૨૭૯ મિલિયન પાઉન્ડની નાણાકીય સહાય સહિત કુલ ૧૧.૭ બિલિયન પાઉન્ડ વિદેશી સહાય પાછળ ખર્ચ્યા હતા. ગયા વર્ષે મિનિસ્ટર્સે નાણાસહાય બંધ કરવાની ખાતરી આપી હતી. વધુ ૧૦ મિલિયન પાઉન્ડની સહાય સાથે બ્રિટિશ સહાય મેળવવામાં ભારતનો ક્રમ બીજો રહ્યો હતો. ભારતને સિએરા લિયોન, સાઉથ સુદાન અને સીરિયા કરતા વધુ સહાય મળી છે. બ્રિટનના કુલ વિદેશી સહાય ખર્ચમાં ૩૦૨ મિલિયન પાઉન્ડનો વધારો થયો છે.
સ્ત્રીભ્રૂણ હત્યા પર આધારિત ફિલ્મ ‘કજરીયા’ 02/12/2015 6:58 am Khushali Dave ફિલ્મમેકર મધુરિતા આનંદ સમાજની સમસ્યાઓને લઇને શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી, ફિચર ફિલ્મ અને ટીવી શો બનાવવા માટે જાણીતાં છે. મધુરિતાની પહેલી ફિલ્મ હતી, અરબાઝ ખાન, રણદીપ હુડા અને રાઇમા સેન અભિનિત ‘મેરે ખ્વાબો મેં જો આયે’. હવે મધુરિતાની સ્ત્રી ભ્રૂણહત્યા પરની ફિલ્મ ‘કજરીયા’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
મેદસ્વી દર્દીમાં ગેસ્ટ્રિક બેન્ડ સર્જરી પછી ડાયાબીટીસની સ્થિતિ સુધરી 07/12/2015 6:06 am Achyut Sanghavi લંડનઃ વૈજ્ઞાનિકોએ ભારે વજન ધરાવતા અને હજુ સુધી અસાધ્ય ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ પર ગેસ્ટ્રિક બેન્ડ સર્જરી દ્વારા રોગની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. અભ્યાસમાં જણાવાયું હતું કે ટાઈપ-ટુ ડાયાબીટીસ પેનક્રિઆસમાં વધુ પડતી ચરબી સાથે સાંકળી શકાય છે.
રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં નસીરુદ્દીન શાહ 02/12/2015 7:01 am Khushali Dave ગોવામાં યોજાયેલા ૪૬માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આર્જેન્ટિનાના ફિલ્મસર્જક પાબ્લો સિઝરે ખાસ ‘માસ્ટર ક્લાસ’ લીધા હતા. આ ફેસ્ટિવલમાં પાબ્લોએ આવતા વર્ષે ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિના મહાન વિચારક, લેખક, કવિ રવીન્દ્રનાથ ટાગોર પરથી પ્રેરણા લઈને ફિલ્મ ‘થિંકિંગ ઓફ હીમ’ લાવવાની જાહેરાત કરી હતી. પાબ્લોએ તેના ક્લાસ દરમિયાન કહ્યું હતું કે, તેઓ નસીરુદ્દીન શાહનો ચાહક છે અને એનું દૃઢપણે માનવું છે કે રવીન્દ્રનાથ ટાગોર પરની ફિલ્મમાં ટાગોરનું ચરિત્ર માત્ર નસીરુદ્દીન જ ભજવી શકે.
EXCLUSIVE: Tete a tete with the Dilwale team 07/12/2015 6:58 am Rupanjana Dutta Dilwale is one of India’s most anticipated film releases of 2015, and sees Bollywood’s iconic onscreen couple, Shah Rukh Khan and Kajol, reunited after five years. “Dilwale” also stars heartthrob, Varun Dhawan, who plays Shah Rukh Khan’s younger brother and rising star, Kriti Sanon, who plays the role of Kajol’s sister in the movie. The film opens 18 December 2015.