નાગપુરમાં વિજય સાથે ટેસ્ટ સિરીઝ જીતતું ભારતઃ સાઉથ આફ્રિકા નવ વર્ષે વિદેશમાં ટેસ્ટ સીરિઝ હાર્યું 02/12/2015 7:07 am Sandip Bhavsar સ્પિનર અશ્વિને કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખીને માત્ર ૬૬ રનમાં સાત વિકેટ ઝડપતા ભારતે નાગપુરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત સાઉથ આફ્રિકન ટીમને ૧૨૪ રનથી હરાવી ચાર મેચની ફ્રીડમ સિરીઝ ૨-૦થી જીતી છે.
આતંકના ભયમાં ભારત પાક. સફળ મંત્રણાઃ વિદેશ પ્રધાન સ્વરાજ પાક.ની મુલાકાત લેશે 07/12/2015 7:10 am Khushali Dave વર્ષ ૨૦૧૫ના ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મુલાકાત રદ થયા બાદ તળિયે પહોંચેલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી વખત ભરતી આવી છે. ૬ઠ્ઠી ડિસેમ્બરે બેંકોકમાં ભારત અને પાકિસ્તાનના સુરક્ષા સલાહકારો વચ્ચે શાંતિ, સુરક્ષા, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર મંત્રણા થઈ હતી. આ બેઠકમાં બંને દેશોના વિદેશ સચિવો પણ જોડાયા હતા.
ગંદકી શેરીઓમાં નહીં આપણા મગજમાંઃ મુખર્જી 02/12/2015 7:12 am Khushali Dave ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ૩૦મી નવેમ્બરથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે હતા. મુખર્જીએ ૩૦મીએ બપોરે ૨.૧૫ વાગ્યે કપડવંજ ખાતે ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલ ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ ઓ.પી. કોહલી તથા રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ હાજર હતા. બપોરે રાષ્ટ્રપતિએ આઇઆઇએમ-અમદાવાદમાં ઇગ્નાઇટ એવોર્ડનું વિતરણ કર્યું. ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે પહેલી ડિસેમ્બરે સવારે રાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓએ દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવના દર્શન કર્યાં. સોમનાથમાં વિરામ બાદ તેમણે દિવની પણ મુલાકાત લીધી હતી.
રાજકીય જ્વાળામુખીના શ્રૃંગ પર જમ્મુ-કાશ્મીર 07/12/2015 7:24 am Nilesh Parmar કાશ્મીરથી કેરળ સુધી સત્તાપ્રાપ્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહેચ્છામાં જમ્મુ-કાશ્મીર ગમેત્યારે રાજકીય જ્વાળામુખીનો વિસ્ફોટ કરાવે તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આળા સંબંધોમાં સુધારો લાવવાની કોશિશો ચાલી રહી છે ત્યારે ઘરઆંગણે ભાજપ કે મિત્રપક્ષોના નેતાનાં ઉંબાડિયાં સ્થિતિને વણસાવે છે.
ડેવિસ કપમાં બ્રિટને ૭૯ વર્ષે ઇતિહાસ રચ્યો 02/12/2015 7:13 am Sandip Bhavsar બ્રિટનના નંબર વન ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ડેવિસ કપ ફાઇનલના રિવર્સ સિંગલ્સ મુકાબલામાં બેલ્જિયમના ડેવિડ ગોફિને પરાજય આપીને ૭૯ વર્ષ બાદ બ્રિટનને ડેવિસ કપ ટાઇટલ જિતાડી ઇતિહાસ રચ્યો છે. બેસ્ટ ઓફ ફાઇવ મુકાબલાની ફાઇનલમાં બ્રિટને ૩-૧થી જીત મેળવી લેતાં અંતિમ મુકાબલો રદ થયો હતો.
ઓસ્ટ્રેલિયાનો પહેલી ડે-નાઇટ ટેસ્ટમાં વિજય 02/12/2015 7:14 am Sandip Bhavsar જોસ હેઝલવુડે કરિયર બેસ્ટ પ્રદર્શન કરતાં ૭૦ રનમાં ઝડપેલી છ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ અત્રે રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચની સાથે ત્રણ મેચની સિરીઝ પણ ૨-૦થી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા જ દિવસે ન્યૂ ઝીલેન્ડને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ન્યૂ ઝીલેન્ડનો બીજો દાવ ૨૦૮ રનમાં સમેટાયો હતો. જેની સામે ૧૮૭ રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હેઝલવુડ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે શ્રેણીમાં ત્રણ સદી વડે ૯૮.૬૬ની એવરેજથી ૫૯૨ રન નોંધાવનાર વોર્નરને મેન ઓફ ધ સિરીઝ થયો હતો.
ચૂંટણી ચકરાવો પૂરો થયો, હવે બીજા પડકારો! 07/12/2015 7:24 am Nilesh Parmar જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ જે સંતુલન જાળવ્યું તે ‘પોતાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ શોધવા માટેનું સંતુલન’ છે! કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતો કોંગ્રેસે સર કરી અને મહાનગર નિગમો (મ્યુનિસિપલ કોર્પોરેશન)માં ભાજપે પોતાની સત્તાને જાળવી રાખી તે બન્ને બાબતો સૂચક છે.