યુવતીએ ૪૦૦ વર્ષ પુરાણી પરંપરા તોડી શનિ શિંગણાપુરને તેલ ચડાવતાં વિવાદ 02/12/2015 8:33 am Vikram Nayak મુંબઈઃ મહારાષ્ટ્રનાં શનિ શિંગણાપુર મંદિરમાં ૨૯મી નવેમ્બરે પુનાની એક મહિલાએ મંદિરના ચબૂતરા પર ચડીને શનિ મહારાજને તેલનો અભિષેક કરતાં વિવાદ સર્જાયો હતો.
વિઝા ચાર્જીસ વધારવા તખતો તૈયાર 02/12/2015 8:45 am Khushali Dave ફ્રાન્સની રાજધાની પેરિસમાં તાજેતરમાં થયેલા શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાઓના પગલે કન્ઝર્વેટિવ સાંસદોએ પોલીસ બજેટોમાં સૂચિત કાપ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ હવે હોમ સેક્રેટરી થેરેસા મે આ કાપને સરભર કરવા વિઝા ચાર્જીસ વધારવાની યોજના ઘડી રહ્યાં છે. જોકે, આ યોજનાથી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ખુશ નથી. ચાન્સેલર ઓસ્બોર્નને ડર છે કે ઊંચા વિઝા ચાર્જીસ પર્યટકો અને વિદ્યાર્થીઓને બ્રિટનમાં આવતા અવરોધી શકે છે. યુકે શોર્ટ ટર્મ ટુરિસ્ટ વિઝા માટે ૮૫ પાઉન્ડ ચાર્જ કરે છે. જ્યારે આ જ પ્રકારના વિઝા માટે ફ્રાન્સ ૬૦ યુરો અને યુએસ ૧૬૦ ડોલરનો ચાર્જ કરે છે. સ્ટુડન્ટ વિઝા માટે યુકેનો ચાર્જ હાલ ૩૨૨ પાઉન્ડ છે, જ્યારે લાંબી મુદતના મુલાકાતીઓ માટે ફી વધતી જાય છે.
Date set for Halappanavar medical negligence case 07/12/2015 11:32 am Rupanjana Dutta Date has been set in the High Court to claim for the damages against Health Service Executive by Praveen, the husband of the ill-fated 31 years old Savita Halappanavar, who died in October 2012, due to medical negligence.
ભારત-પાકિસ્તાન ક્લાઇમેટ ચેન્જ! 02/12/2015 8:49 am Khushali Dave ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે ક્લાઇમેટ કોન્ફરન્સના આરંભની સાથે સાથે ભારત-પાકિસ્તાન સંબંધોને લઇને ‘હવામાનમાં બદલાવ’ના પણ સંકેત મળ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફ પેરિસમાં ક્લાઇમેટ કોન્ફરન્સની સમાંતરે એકબીજાને મળ્યા હતા. મોદી અને શરીફે કોન્ફરન્સ સેન્ટરની લોબીમાં એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું અને ત્યાર બાદ બન્નેએ સોફા પર બેસીને થોડોક સમય વાતચીત કરી હતી. શરીફે તાજેતરમાં જ ભારત સાથે કોઇ પૂર્વશરતો વિના મંત્રણાની તૈયારી બતાવી હતી તેની પૃષ્ઠભૂમિમાં મોદી સાથેની તેમની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ મનાય છે.
England's first Muslim rugby star releases autobiography 07/12/2015 12:22 pm Reshma Trilochun England's first Muslim international rugby player, Ikram Butt's autobiography Tries and Prejudice, is now available for Kindle users.
ક્લાઇમેટ ચેન્જ ધનિક દેશોનું પાપ: વડા પ્રધાન મોદી 02/12/2015 8:51 am Nilesh Parmar વૈશ્વિક પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ ધનિક દેશોનું પાપ છે. આ માટે ભારત જરા પણ જવાબદાર નથી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પ્રભાવશાળી દેશોએ વધુ જવાબદારી નિભાવવી જોઇએ. ભારતે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સર્જી નથી તેમ છતાં પણ તેના ખરાબ પરિણામો ભોગવી રહ્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ક્લાઇમેટ ચેન્જ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ સમક્ષ આ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિકસિત દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ ભારત જેવા વિકાસશીલ દેશો પર પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી મૂકશે તો તે નૈતિક ધોરણે અયોગ્ય ગણાશે.
કોંગ્રેસયુક્ત ગુજરાત 07/12/2015 1:59 pm Kamal Rao ગુજરાતમાં તાજેતરમાં જ નગરપાલિકા, જીલ્લા અને નગર પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીઅો યોજાઇ ગઇ. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપાયું. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને મત અપાયો. જે રીતે કોંગ્રેસને મત મળ્યા છે તે જોતાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચિંતા કરવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
પ્રદૂષણ ઘટાડવા માટેની સમિટ હવામાં ૩ લાખ ટન કાર્બન છોડશે! 02/12/2015 8:54 am Nilesh Parmar પેરિસમાં યોજાયેલી ક્લાઇમેટ ચેન્જ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ ઘટાડવાનો છે. જોકે ૧૯૦થી વધુ દેશોને આવરી લેતી આ હાઈ-પ્રોફાઈલ બેઠક જ જંગી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરવામાં નિમિત્ત બનશે. વિખ્યાત મેગેઝિન વાયર્ડ દ્વારા રજૂ થયેલા અંદાજ અનુસાર ૧૨ દિવસની સમિટ પૂરી થશે ત્યાં સુધીમાં પૃથ્વીના વાતાવરણમાં બીજો ૩ લાખ ટન કાર્બન ઉમેરાઇ ગયો હશે. મતલબ કે મિટિંગમાં પ્રદૂષણ ઘટાડવાની વાતો થશે, પરંતુ એ વાતો દરમિયાન પ્રદૂષણ વધતું રહેશે.