Advanced search


Relatives of a man who was stabbed to death in a Leicester street say they are dismayed two of his killers are reportedly applying for parole. Nazir Sheikh was stabbed during a street robbery in St Saviours Road, Highfields, Leicester, in March 2010.

On Saturday the Leytonstone knife attack, took London by shock. The resilient Londoners, stood in solidarity, resonating the same sentiments of a bystander heard saying #youaintnomuslimbruv to the attacker, who allegedly shouted “This is for Syria. This is for Syrian brothers” before lurching an unprovoked attack on a 56 years old stranger.

ભરુચ જીલ્લાના ટંકારીયા ગામના મૂળ વતની અને હાલમાં લેસ્ટર ખાતે રહેતા ૨૩ વર્ષના શાહબાઝ ભીમ અને તેની ફીયોન્સે સના સુતરીયા (ઉ.વ.૨૪)નું ગત ગુરૂવારે રાત્રે નોટીંગહામશાયરમાં એ-૪૬ રોડ પર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ અને લેસ્ટરશાયર વિસ્તારના મુસ્લિમ સહિત ગુજરાતી પરિવારોમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.

ટ્યુબ સ્ટેશને ઝનૂની હુમલા પછી...

લંડનઃ શકમંદ ઈસ્લામિક ઝનૂની દ્વારા શનિવારની રાત્રે લંડન અંન્ડરગ્રાઉન્ડના લેટોનસ્ટોન સ્ટેશને ચાર ઈંચના ચાકુ વડે બે પુરુષ પર હુમલો કરાયાના પગલે ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર સશસ્ત્ર પેટ્રોલ્સ વધારવાની જાહેરાત કરાઈ છે. પ્રવાસીઓને ટેરર એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પેરિસ હુમલા પછી સીરિયા પર હવાઈહુમલાનો નિર્ણય લેવાયા પછી ‘આ સીરિયા માટે છે’ તેમ કહી ઝનૂનીએ હુમલો કરતા બાળકો સહિત પ્રવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો. તેને હત્યાના પ્રયાસના આરોપ સાથે સોમવારે કોર્ટમાં રજૂ કરાયો હતો.

સ્ટોર્મ ડેસમન્ડથી ખાનાખરાબી...

લંડનઃ બ્રિટનના વર્ષના સૌથી ખતરનાક ડેસમન્ડ વાવાઝોડાએ વીકએન્ડ દરમિયાન નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડ ઉપરાંત, ઉત્તર આયર્લેન્ડ, નોર્થ વેલ્સ અને દક્ષિણ સ્કોટલેન્ડના વિસ્તારોમાં ખાનાખરાબી સર્જી હતી. નોર્થ વેસ્ટમાં વિક્રમજનક વરસાદ થવાથી કાર્લાઈ જળબંબાકાર થઈ ગયું હતું. એપલબાય-ઈન-વેસ્ટમોરલેન્ડમાં એક દાયકા પછી આફત સર્જાઈ હતી અને લોકોને પૂરની ચેતવણી આપતી સાઈરન ન વાગતાં લોકોને સ્થળાંતર કરવાનો પૂરતો સમય મળ્યો ન હતો. ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં કુલ ૧૩૦ પૂર વોર્નિંગ અપાઈ હતી. એન્વાયરમેન્ટ એજન્સીએ ૮૦ માઈલ પ્રતિ કલાક ઝડપે પવનની અને ૮ ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી.

બિન-ઈયુ પેશન્ટ્સ પાસેથી જીપી સ...

લંડનઃ દરિયાપારના વિઝિટર્સે ફેમિલી ડોક્ટર્સની કેટલીક સેવા તેમજ એમ્બ્યુલન્સ અને A&E સંભાળનો ઉપયોગ કરવા માટે નાણા ચુકવવા પડશે. આના પરિણામે દર વર્ષે ૫૦૦ મિલિયન પાઉન્ડની બચત થશે તેમજ આવા પેશન્ટ્સ વાજબી ફાળો આપે તેની ચોકસાઈ કરાશે તેમ હેલ્થ સેક્રેટરી જેરેમી હંટે જણાવ્યું હતું. આ પ્રસ્તાવ વિશે સોમવારથી પરામર્શ પ્રક્રિયાનો આરંભ કરાયો છે, જે છ માર્ચ, ૨૦૧૬ના દિવસે પૂર્ણ થશે. બીજી તરફ, ડોક્ટરોએ જણાવ્યું છે કે જીપી ‘ઈમિગ્રેશન કન્ટ્રોલ’ તરીકે કામ કરી શકે નહિ.