Gujarati, Punjabi and Bengali continue to be taught in schools 04/08/2015 1:08 pm Rupanjana Dutta Despite warnings by the exam boards in the UK that many community or minority languages may be discontinued at GCSE and A levels, the government has now affirmed that some of these languages will continue to be taught in schools till September 2018.
પત્ર લેખક અને વાચક સ્નેહમિલન 04/08/2015 1:12 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવામાં આવ્યું છે.
'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા વડિલોનું ગરિમાપૂર્ણ સન્માન 04/08/2015 1:16 pm Kamal Rao 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮ જુલાઇ ૨૦૧૫ના રોજ 'જૈન સમાજ માંચેસ્ટર', સ્ટોકપોર્ટ, માંચેસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટોકપોર્ટના ડેપ્યુટી લોર્ડ મેયર સુશ્રી જૂન સોમેખ અને કાઉન્સિલર પીટર કૂકસન ઉપસ્થિતીમાં ૧૦૦ વર્ષના પ્રભાવતીબેન શાહ તેમજ ૯૮ વર્ષના વિરચંદભાઇ માલદે સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૩૫ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારવામાં આવી હતી.
સંસ્થા સમાચાર 04/08/2015 1:53 pm Kamal Rao * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૯-૮-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી, દુબઇ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
અનુપમ મિશન મંદિર મહોત્સવ 04/08/2015 1:57 pm Kamal Rao અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૭ અોગસ્ટ દરમિયાન મંદિર મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બુધવાર તા. ૫-૮-૧૫થી બુધવાર તા. ૧૨-૮-૧૫ દરમિયાન રોજ બપોરે ૩થી સાંજના ૭ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝાના મુખે શ્રીમદ ભાગવદ કથાનો લાભ મળશે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ડાયાબિટીશ ભીતિ નિવારણ કાર્યક્રમ યોજાયો 04/08/2015 2:25 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ બપોરે ૩ કલાકે સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ઝી ટીવીના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા જર્નાલીસ્ટ ધૃવ ગઢવીએ ડાયાબિટીશ અને મેદસ્વીતાને પગલે થઇ રહેલા રોગો અંગે સ્લાઇડ શોના નિદર્શન સાથે ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી. આ અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહે રજૂ થશે.
શાંતિ પથ પર પગરણ 04/08/2015 2:25 pm Mukesh Patel પૂર્વોત્તર ભારતના અશાંત પ્રદેશ નાગાલેન્ડમાં શાંતિનો સૂરજ ઉગે તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. ભારત સરકાર અને નાગાલેન્ડના બળવાખોર જૂથ નેશનાલિસ્ટ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ઈસાક મુઈવાહ) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થતાં આ પ્રદેશમાં બળવાખોરીનો અંત નિશ્ચિત મનાય છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બન્ને પક્ષકારોએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.