ટીમ ઇંડિયા શ્રીલંકાના પ્રવાસેઃ ૨૨ વર્ષ બાદ શ્રેણીવિજયનું લક્ષ્ય 04/08/2015 2:46 pm Nilesh Parmar શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ભારતીય ટીમ મંગળવારે કોલંબો પહોંચી છે. ભારતીય ટીમના પ્રસ્થાન અગાઉ ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાની પીચને જોતાં સફળતા મેળવવા માટે ટીમમાં ત્રણ સ્પિનરોને ટીમમાં સમાવવાનો સંકેત આપ્યો હતો. ટીમ ઇંડિયા શ્રીલંકાની ધરતી પર છેલ્લા ૨૨ વર્ષમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી નથી. આમ જો તે શ્રેણીવિજય મેળવશે તો ઇતિહાસ રચશે.
વર્લ્ડ આર્ચરીઃ રજતે સિલ્વર જીતી ઇતિહાસ રચ્યો 04/08/2015 2:48 pm Nilesh Parmar ભારતીય તીરંદાજ રજત ચૌહાણનો વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધાની ફાઇનલમાં ભલે પરાજય થયો હોય, પણ તે દેશ માટે ઐતિહાસિક સિલ્વર જીતવામાં સફળ રહ્યો હતો. શનિવારે આ સિદ્ધિ હાંસલ કરવા સાથે જ રજત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વ્યક્તિગત મેડલ જીતનારો પ્રથમ ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજ બન્યો છે.
આફ્રિકાના સીઈઓ હારુન લોર્ગાટનો કાર્યકાળ વધારાયો 04/08/2015 2:51 pm Nilesh Parmar ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ પોતાના સીઈઓ હારુન લોગાર્ટનો કાર્યકાળ આગામી ૨૧ જુલાઈ, ૨૦૧૯ સુધી વધાર્યો છે.
હેમ્બર્ગ ઓપનમાં રફેલ નાદાલ ચેમ્પિયન 04/08/2015 2:56 pm Nilesh Parmar સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલે રવિવારે ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૭-૫, ૭-૫થી સીધા સેટમાં હરાવીને હેમ્બર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ નાદાલે કારકિર્દીનું ૬૭મું તથા ક્લે કોર્ટ પર ૪૭મું ટાઇટલ જીત્યું છે.
અનુપમ મિશનમાં બે સંતોનું સુભગ મિલન - મેનેજમેન્ટ માટે સ્વામિનારાયણનો કોર્ષ રાખવો જોઈએઃ પૂ. ભાઈશ્રી 04/08/2015 3:08 pm Kamal Rao ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું આગમન થયું ત્યારે ૧૫૦થી વધુ હરિભક્તોએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
ભારતમાં પોર્નોગ્રાફિક વેબસાઇટ પર નાકાબંધી 04/08/2015 3:21 pm Mukesh Patel ભારત સરકારે ટેલિકોમ ઓપરેટર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (આઇએસપી)ને ૮૫૭ વેબસાઇટ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સરકારના મતે આ વેબસાઇટ પર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ છે. આદેશમાં ફક્ત એટલું જ જણાવાયું છે કે આઇટી એક્ટ ૨૦૦૮ની ધારા ૭૯ (૩)(બી) અંતર્ગત આ વેબસાઇટોને તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવે. અને સરકારી આદેશના પગલે આ બધી વેબસાઇટ બ્લોક પણ થઇ ગઇ છે.