Advanced search


મમતા બેનરજીની મુલાકાતથી યુકે

લંડનઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુશ્રી મમતા બેનરજીએ ૬૨ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે યુકેની પ્રથમ વખત સત્તાવાર મુલાકાત લીધી હતી, જેનો મુખ્ય હેતુ પશ્ચિમ બંગાળ માટે બ્રિટિશ મૂડીરોકાણ આકર્ષવાનો હતો. તેમની આ મુલાકાતમાં ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ અને નગર વિકાસ ક્ષેત્રોમાં ૨૧ સમજૂતીપત્રો પર હસ્તાક્ષર કરાયા હતા. વડા પ્રધાન ડેવિડ કેમરન અને લંડનના મેયર બોરિસ જ્હોન્સન સાથે તેમની મુલાકાત થઈ શકી ન હતી. સુતરાઉ સાડી, શાલ અને હવાઈ ચપ્પલમાં સજ્જ મમતા બેનરજીએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની નવનિર્મિત પ્રતિમા અને ગોર્ડન ખાતે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે બકિંગહામ પેલેસમાં પ્રિન્સ એન્ડ્રયુની મુલાકાત પણ લીધી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના નિધનના કારણે જાહેર કરાયેલા રાષ્ટ્રીય શોક અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાં અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે મમતા બેનરજીની પત્રકાર પરિષદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત કેટલાંક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યાં હતાં.

આખી જિંદગીની બચત પાણીમાં ગઈ...

લંડનઃ બિઝનેસમેન સઈદ રઝા શાહે જીવનની બચત ખર્ચીને ૧૯૬૦ના દાયકાના નાના બંગલાનું કુલ ત્રણ મજલાના મેન્શનમાં રુપાંતર કર્યું, ત્યારે તેમને કલ્પના પણ ન હતી કે £૨ મિલિયનનો ખર્ચ પાણીમાં જવાનો છે. સેન્ટ્રલ બેડફર્ડશાયર કાઉન્સિલે પરવાનગી કરતા ચાર ગણું બાંધકામ કરાયાનું કારણ આગળ ધરી મેન્શનને જમીનદોસ્ત કરીને પરવાનગી અનુસારનું મૂળ બાંધકામ રાખવાનો આદેશ આપ્યો છે.

Southall_Indrajit Bhachu

Southall_Indrajit Bhachu

તાન્યા ગોહિલ ભારતમાં ગર્લ્સ સ

લંડનઃ રાજસ્થાનના જેસલમેર ટાઉનની છોકરીઓ માટે શાળાનિર્માણનું ભંડોળ ઉભુ કરવા બ્રિટિશ-ભારતીય મહિલા તાન્યા ગોહિલ લંડનમાં ભારતીય શેરીઓમાં મળતાં સ્વાદિષ્ટ ખોરાકનું વેચાણ કરી રહ્યાં છે. તેમનું લક્ષ્ય જેસલમેરમાં શાળા બાંધવાની જમીન માટે ૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું છે. માલ્ટબી સ્ટ્રીટ માર્કેટમાં ‘દેવીઝ’ નામે જાણીતા સ્ટોલમાં ‘Mmmmumbai Grill’ સહિતની વાનગીઓનો સ્વાદ માણવા સ્વાદપારખુ લોકો લાઈનો લગાવી રહ્યા છે.

Southall_Indrajit Bhachu

Southall_Indrajit Bhachu

લંડનઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા તેના નવા ઓનલાઈન પોર્ટલ ‘Digital.Bodleian’ પર ૧૯મી સદીના કલક્તામાં ઉદભવેલા ૧૧૦ કાલીઘાટ હિન્દુ દેવ-દેવી પેઈન્ટિંગ્સની ડિજીટલ આવૃત્તિ પોસ્ટ કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની બોડલેઈન લાઈબ્રેરીઝ પાસે ૧૧ મિલિયનથી વધુ પ્રિન્ટેડ આઈટેમ્સ, ૮૦,૦૦૦ જેટલા ઈ-જર્નલ્સ તેમ જ અન્ય સ્વરુપની વિવિધ સામગ્રીનો સંગ્રહ છે.

પરાજિત લિબ ડેમ મિનિસ્ટર્સને ન

લંડનઃ ‘વિસર્જિત’ પાર્લામેન્ટની ઓનર યાદીમાં લિબરલ ડેમોક્રેટ્સના પરાજિત કેબિનેટ મિનિસ્ટર્સ વિન્સ કેબલ અને ડેની એલેકઝાન્ડરનું નાઈટહૂડ માટે નોમિનેશન કરાયું છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં પરાજય પછી આ બે મિનિસ્ટરે ઉમરાવપદ માટે ઈનકાર કર્યો હતો. વડા પ્રધાન ડેવિડ કેમરન ૩૫ નવા ટોરી ઉમરાવની નિયુક્તિ કરવાના છે તેમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયલ (CFI)ના વડા સ્ટુઅર્ટ પોલાક અને બે ગવર્મેન્ટ સહાયકને પણ સ્થાન મળવાની શક્યતા છે.

Southall_Indrajit Bhachu

Southall_Indrajit Bhachu

રાજેશ ખન્નાની મિલ્કતનો કેસ સુ...

હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાની મિલ્કત મુદ્દે થયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા અને જમાઈ અક્ષયકુમારને નોટિસ આપી છે.