બિહારમાં જનતા દળ (યુ) અને રાજદ ૧૦૦-૧૦૦ બેઠકો પર લડશે 13/08/2015 2:50 am Nilesh Parmar બિહારમાં વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાઇ રહ્યો છે. વર્ષના આખરમાં યોજાનારી ચૂંટણીઓ માટે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચે મહા ગઠબંધનની સમજૂતીને આખરી ઓપ અપાયો છે. જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના આ બન્ને મોવડીઓએ બુધવારે બેઠકોની ફાળવણીની ફોર્મ્યુલા જાહેર કરી છે. જે અનુસાર, બન્ને પક્ષો ૧૦૦-૧૦૦ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસને ૪૦ બેઠકો ફાળવાઇ છે.