Advanced search


આપણા અતિથિ: 'આરકી ફેમ ઓફ બરોડા'

'આરકી ફેમ ઓફ બરોડા' શ્રી અચલ મહેતા પોતાના ઋષભ ગ્રુપના ગરબાની રમઝટ જમાવવા માટે યુકેની મુલાકાતે પધાર્યા છે. અોસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ગરબા રસિકોને ગરબે ઘુમાવ્યા બાદ આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ સાંજે ૭-૩૦થી મોડે સુધી હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, HA3 5BD ખાતે યતિ ઇવેન્ટ્સ પ્રસ્તુત 'નવરાત્રી પહેલાની રાત્રી' કાર્યક્રમ અંતર્ગત લંડનમાં સૌ પ્રથમવાર અચલ મહેતા યુકેના ખેલૈયાઅોને ગરબા રમાડશે.

ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનની વાર્ષિક જાહેર સભાનું આયોજન તા. ૧૩-૯-૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. એજન્ડા પ્રમાણે પ્રમુખ શ્રી અને મંત્રીશ્રીએ અહેવાલ રજૂ કર્યા બાદ ખજાનચી દ્વારા ગત વર્ષના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. તે પછી કારોબારી સમિતિના સદસ્યોની ચુંટણી કરવામાં આવી હતી. જેમની મીટીંગ ગત તા. ૧૫-૯-૧૫ના રોજ મંગળવારે મળી હતી જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અમેરિકા પ્રવાસે, પણ છવાઇ ગયા છે દુનિયાભરમાં. એક વર્ષના ટૂંકા ગાળામાં તેમનો આ બીજો અમેરિકા પ્રવાસ પહેલા પ્રવાસ કરતાં પણ વધુ સફળ પુરવાર થાય તો નવાઇ નહીં. 

વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લીધી

વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજ MBEએ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લઇ મંદિરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને ક્રિકેટ પ્રવૃત્તિને નિહાળી હતી. મંદિર ખાતે અદ્યતન સગવડો સાથેના શ્રી મુક્ત જીવન સ્વામી બાપા કોમ્પલેક્સનું નિર્માણ કરાયું છે અને તેમાં ક્રિકેટ, ફૂટબોલ સહિત વિવિધ રમતગમત, આરોગ્ય અને સુખાકારી માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિર ખાતે શૈક્ષણિક અને ચેરિટેબલ પ્રવૃત્તિઅો પણ કરવામાં આવે છે.

શ્રદ્ધા અને ઉત્તેજનાના જુવાળમાં રતિભાર પણ અવ્યવસ્થા ઉમેરાય તો કેવું પરિણામ આવે તે સમજવા માટે મક્કા કરુણાંતિકા પર નજર ફેરવવી જોઇએ. મુસ્લિમ બિરાદરોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન મક્કા નજીક આવેલા મીનામાં એવી ભારે ધક્કામુક્કી થઇ કે ૭૬૯ વ્યક્તિએ જીવ ગુમાવ્યાં, જેમાં ગુજરાતના ૧૬ સહિત ૪૫ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 

Greenidge-123

Greenidge-123

ગોર્ડન ગ્રીનીજનું શાલ અોઢાડી સન્માન કરતા સંસ્થાના ખજાનચી લલિતભાઇ દબાસીયા

ટાન્ઝાનીયાની ચૂંટણીમાં ગુજરા...

ટાન્ઝાનીયાની ચૂંટણીઅો દરમિયાન ટાન્ઝાનીયામાં વસતા ગુજરાતી પરિવારોને ધ્યાનમાં રાખીને સત્તાધારી સીસીએમ પાર્ટીએ વિશેષ પ્રચાર ઝુંબેશ આદરી છે અને 'સીસીએમને વોટ દેજો' તેમજ 'સુખ, શાંતિને સુરક્ષા વધારશે' જેવા બેનર મૂકાયા છે. બીજી તરફ કેરી મોહમ્મદ કેસી નામના સીસીએમ પક્ષના ઉમેદવારે ભારતીયોને પોતાના પક્ષમાં લેવા હિન્દી ભાષામાં પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે. તેમણે 'આપકા વોટ કેરી મોહમ્મદ કેસી કો દો અૌર સીર્ફ સીસીએમકે નામ' લખેલા બેનર મૂકાવ્યા છે.

12002848_1507564359565176_2503514004140095767_n

12002848_1507564359565176_2503514004140095767_n

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના પ્રમુખ લાલુભાઇ પારેખ અને તેમના સાથી કાર્યકરો તાજેતરમાં જ પડોશી દેશ આયર્લેન્ડની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા. નરેન્દ્રભાઇ મોદીએ વર્ષો જુના ભાજપ અગ્રણી શ્રી લાલુભાઇ પારેખને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમના પત્નીની ખબર અંતર પૂછ્યા હતા અને હમણાં રાજકોટ ગયા છે કે નહિં તેવી પૂછપરછ કરી હતી. નરેન્દ્રભાઇએ નવેમ્બર માસમાં યુકે આવી રહ્યો છું તેમ જણાવ્યું હતું. શ્રી મોદીજીએ લાલુભાઇની સાથે યુકેથી ગયેલા કેટલાક કાર્યકરો સાથે સેલ્ફી ફોટો પણ ખંેચાવ્યા હતા.

દયાળુ મહારાણીનો અશ્વપ્રેમ: અશ

બ્રિટન પર સૌથી વધુ વર્ષો સુધી શાસન કરવાનો વિક્રમ સ્થાપનાર બ્રિટનના મહારાણી એલિઝાબેથ પોતાના અશ્વપ્રેમ માટે જાણીતા છે અને હજુ ૮૯ વર્ષની વયે પણ ઘોડેસવારી કરે છે. તાજેતરમાં મહારાણીએ ફાઇફના લ્યુચર્સ સ્થિત રોયલ સ્કોટ્સ ડ્રેગન ગાર્ડ્ઝના નવા મથકની મુલાકાત લીધી હતી. રોયલ એરફોર્સના જુના એરબેઝ ખાતે બનાવાયેલા આ મથક ખાતે મહારાણીએ રેજીમેન્ટલ ડ્રમના ઘોડા 'તાલાવેરા'ને જોયો હતો. માસુમ બાળકની જેમ મહારાણી પણ અશ્વને જોઇ ઉભા રહી ગયા હતા અને તુરંત જ પોતાની પાસેની પોલો મિંટ કાઢીને અશ્વને ખવડાવી હતી. કહેવાય છે કે મનુષ્ય જ્યાં સુધી કુદરત અને પશુપંખી સાથે જોડાયેલો છે ત્યાં સુધી તે મનથી યુવાન રહે છે.