Bobby's Walk Full Circle 30/09/2015 6:44 am Mitul Paniker India Association Chairman Balwant (Bobby) Grewal will undertake a 2,600 mile trek across India with the aim of raising £1,500,000 for Great Ormond Street Hospital Children’s Charity and the British Asian Trust and other deserving causes in India.
Bindra wins gold in Asian Air Gun Championships 30/09/2015 6:45 am Mitul Paniker Beijing Olympics champion Abhinav Bindra produced some excellent shooting to clinch the gold while London Games bronze medallist Gagan Narang failed to finish on the podium in the men's 10m Air Rifle event of the Asian Air Gun Championships on Sunday.
૩૯ ટકા મેદસ્વી લોકો પોતાને જાડા માનતા નથી 30/09/2015 6:45 am Mukesh Patel લંડનઃ બાળકો અને મોટી ઉંમર ધરાવતા લોકોમાં વધુ પડતા વજનની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે મેદસ્વિતા અંગેના એક અભ્યાસમાં ચોંકાવનારું તારણ જાણવા મળ્યું છે. જે અનુસાર, મેદસ્વીતા ધરાવતા ૩૯ ટકા લોકો તો પોતે જાડા હોવાનું માનતા જ નથી. આથી તેઓ ભોજન અને કસરત બાબતે પણ ખાસ ઉત્સુક્તા દાખવતા નથી.
આ તસવીરમાં ટ્રેન શોધી કાઢો તો! 29/09/2015 2:17 pm Kamal Rao એશિયના દેશોમાં ખાસ કરીને બાંગ્લાદેશ ભીડથી ભરચક ટ્રેનો માટે જાણીતું છે. પ્રસ્તુત તસવીરમાં ઇદના ચાર દિવસના ઉત્સવ માટે ઢાકા રેલવે સ્ટેશને એકઠા થયેલા ગામવાસીઅો ટ્રેન પર સવાર થવા મહેનત કરી રહ્યા છે. મઝાની વાત એ છે કે માનવભીડમાં ટ્રેઇન તો નજરે પડતી નથી. તમને ટ્ેરેઇન દેખાય તો જરા શોધી જુઅોને!
ઘરે જ બનાવો સ્કિન ટોનર 30/09/2015 6:48 am Mukesh Patel સુંદર ત્વચાની સારસંભાળ માટે દર વખતે પાર્લરમાં જવાનું કોઇને પોષાય નહીં. એક તો આ માટે સમય પણ વેડફાય અને બીજું, ખિસ્સું પણ હળવું થાય. આથી ઘરે જ ત્વચા માટે ટોનર બનાવીએ તો કેમ રહેશે? ટોનર માટે સામાન્ય વાત જાણી લો. ક્લેન્ઝિંગ અને ટોનર એક સિક્કાની બે બાજુ સમાન છે. ક્લેન્ઝિંગ કર્યા બાદ ત્વચાને ટોન કરવી જરૂરી છે.
સાનિયા-હિંગીસની જોડીએ સિઝનનું છઠ્ઠું ટાઇટલ જીત્યું 30/09/2015 6:52 am Mukesh Patel વિશ્વની નંબર વન ટીમ સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીસે તેમની વિજયકૂચ જારી રાખતા ગ્વાંગ્ઝુ ઓપનનું શનિવારે ટાઈટલ જીતવા સાથે જ આ સત્રનું છઠ્ઠું ટાઇટલ જીત્યું છે. આ ટોચની ક્રમાંકિત જોડીએ જુ શિલિન અને યુ ઝીઓડીની જોડીને ફાઇનલમાં ૬-૩, ૬-૧થી પરાજય આપી સતત બીજું ડબલ્યુટીએ ટાઇટલ મેળવ્યું હતું.
નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્તિ 29/09/2015 2:35 pm Kamal Rao જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી વિશેષ 'નવરાત્રી મહોત્સવ પૂર્તિ' આગામી તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.
નેયમારની રૂ. ૩૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરોઃ બ્રાઝિલ કોર્ટ 30/09/2015 6:53 am Mukesh Patel બ્રાઝિલની ફૂટબોલ ટીમના કેપ્ટન અને બાર્સેલોનાના હાઈપ્રોફાઈલ સ્ટાર નેયમારની આશરે રૂ. ૩૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ બ્રાઝિલની કોર્ટે આપતા સનસનાટી મચી ગઈ છે. બ્રાઝિલ કોર્ટના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે નેયમારે બે વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ સુધીની કમાણી પર ઓછો ટેક્સ આપ્યો હતો અને આ મામલે જ કોર્ટે ચુકાદો આપ્યો છે.
નરેન્દ્ર મોદીને ટેસ્લાની ‘પાવરવોલ’માં રસ 30/09/2015 6:55 am Mukesh Patel સિલિકોન વેલીના મહેમાન બનેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાની ઓટોમોટિવ કંપની ટેસ્લા મોટર્સના કેમ્પસની મુલાકાત લીધી હતી અને ટેસ્લાની કેટલીક ક્રાંતિકારી શોધોમાં તેમણે ઘણો રસ લીધો હતો. આ મુલાકાત બાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે તેઓ ટેસ્લા મોટર્સની ‘પાવરવોલ’ ટેક્નોલોજીથી ખૂબ પ્રભાવિત થયા છે.