પ્લાસ્ટિક બેગ્સની લેવી ન ચુકવવાને શોપલિફ્ટિંગનો અપરાધ ગણાશે 06/10/2015 7:38 am Achyut Sanghavi લંડનઃ પ્લાસ્ટિક કેરિયર બેગ્સ માટે પાંચ પેન્સની ફરજિયાત ચુકવણી નહિ કરનારા ખરીદારો શોપલિફ્ટિંગનો ગુનો કરતા હોવાનું ગણાશે તેવી ચેતવણી પર્યાવરણ મિનિસ્ટર રોરી સ્ટુઅર્ટે આપી છે. કચરામાં વધારો તેમ જ વન્યજીવનને જોખમી પ્લાસ્ટિક બેગ્સનો વપરાશ ઘટાડવા સરકારે લેવીનું પગલું લીધું છે. દર પાંચ પેન્સના ચાર્જમાંથી ૦.૮૩ પેન્સ વેટ તરીકે સરકારી તિજોરીમાં જશે.
સંરક્ષણ પ્રધાન પારિકર વડતાલની મુલાકાતે 06/10/2015 7:38 am Viren Vyas વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો.
બોર્નવિલેને શરાબમુક્ત રાખવા સંઘર્ષ 06/10/2015 7:39 am Achyut Sanghavi બર્મિંગહામઃ ભારતના ગુજરાતમાં દારુબંધી છે તેના કારણે લોકો વિકાસના ફળ અનુભવી રહ્યા છે. આ જ રીતે બર્મિંગહામમાં ૧૨૦ વર્ષ અગાઉ ઐતિહાસિક બોર્નવિલે ગામની સ્થાપના કરાઈ ત્યારથી ત્યાં દારુબંધી ચાલતી આવી છે. જોકે, ગામને અડીને આવેલા મેરી વેલ ન્યુઝના સંચાલક કમલ શર્મા આર્થિક વિકાસના મુદ્દે દારુબંધીનો અંત લાવવામાં સફળ થયા છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલે તેમને આલ્કોહોલ વેચવા પરવાનગી આપી છે. આ શોપ ‘ડ્રાય ઝોન’થી થોડાંક મીટર જ દૂર છે. જોકે, ગામવાસીઓ ગામને આલ્કોહોલથી મુક્ત રાખવા સંઘર્ષ ચલાવી રહ્યા છે.
રાઈટ ટુ બાય સ્કીમ ઘરબારવિહોણાં માટે આશાનું કિરણઃ અમીત જોગિઆ 06/10/2015 7:39 am Achyut Sanghavi લંડનઃ હેરોના કાઉન્સિલર અમીત જોગિઆએ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ સમક્ષ પ્રથમ પ્રવચનમાં રાઈટ ટુ બાય સ્કીમ વિશે અંગત અનુભવો અને અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. તેમણે ૩૫ વર્ષ અગાઉ ૧૯૮૦માં રાઈટ ટુ બાય સ્કીમ લાવનારાં પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરને ભાવભરી અંજલિ આપી હતી. તેમણે પોતાના માટે ‘થેચર્સ ગ્રાન્ડચિલ્ડ્રન’નો નવો શબ્દપ્રયોગ કરી ઘરબારવિહોણા હોવાના તેમ જ કાઉન્સિલ એસ્ટેટ પર ઉછરવાના અનુભવોના વર્ણનથી સભ્યોને બાંધી રાખ્યા હતા.
વૃદ્ધ બિનનિવાસી બલવંત ગરેવાલ કન્યાકુમારી- દિલ્હી ચેરિટી વોક કરશે 06/10/2015 7:40 am Achyut Sanghavi લંડનઃ ઈન્ડિયન એસોસિએશન સંસ્થાના ૮૦ વર્ષીય અધ્યક્ષ અને બિનનિવાસી વૃદ્ધ બલવંત ગરેવાલ જરૂરિયાતમંદો માટે ૧૫ કરોડ જેટલી રકમ એકત્રિત કરવા કન્યાકુમારીથી દિલ્હી સુધી ૪૧૬૦ કિ.મી.ની પદયાત્રા કરશે. બલવંત ગરેવાલ ૨૫મી ઓક્ટોબરે મેરેથોન વોક શરૂ કરશે, જે આગામી વર્ષે ચોથી એપ્રિલે પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.
વેતન અને રજાના સુધારાથી નારાજગી 06/10/2015 7:41 am Achyut Sanghavi લંડનઃ નવા નેશનલ લિવિંગ વેજ અને પેટર્નિટી લીવ બાબતે સુધારાઓથી બિઝનેસીસ અને ખાસ કરીને નાના બિઝનેસીસ નારાજ થયાં છે. ટોરી પાર્ટીનું અધિવેશન માન્ચેસ્ટરમાં ચાલી રહ્યું છે ત્યારે તેમની બે નીતિ દરખાસ્તોથી બ્રિટિશ બિઝનેસીસમાં રોષ ફેલાયો છે. નવા અભ્યાસ અનુસાર નાની પેઢીઓ લોકોને નોકરીએ રાખવાની ગતિ ધીમી પાડવા છે અને લિવિંગ વેજના ધોરણે તેની કિંમતો વધારવાનું આયોજન કરી રહી છે.
વડિલોની તન, મન અને ધનથી સેવા કરનારા સંતાનોને 'શ્રવણ સન્માન' એનાયત થશે 06/10/2015 12:56 pm Kamal Rao ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Lord Loomba attends Pope's inaugural address at UN General Assembly, New York 06/10/2015 12:57 pm Reshma Trilochun In his capacity, as Chairman of a Global NGO with ECOSOC status, the United Nations invited Lord Loomba CBE to attend opening session of the General Assembly on 25th September, 2015, which was inaugurated by Pope Francis.
સાચી સલાહ આપતા નોકરીમાંથી હકાલપટ્ટી 06/10/2015 7:43 am Achyut Sanghavi બર્મિંગહામઃ સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી અને ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે યોગ્ય ગણાયેલી ૯/૧૧ના ત્રાસવાદી હુમલાની ડરામણી વિડીઓ ૧૧ વર્ષના વિદ્યાર્થીઓને બતાવવા બદલ ચિંતા વ્યક્ત કરનારી ટીચિંગ આસિસ્ટન્ટ સુરૈયા બીને શાળામાંથી હાંકી કઢાઈ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ૯/૧૧ના ત્રાસવાદી હુમલા વિશે જાણકારી નથી.