Advanced search


A Birmingham teenager has been arrested on suspicion of preparing to travel to Syria allegedly to join up with IS fighters.

Sunday 22nd March marked World Water Day. There are still many parts of the world which have to deal with poor sanitation, lack of clean drinking and bathing water, or lack of water in general.

Concerns have been raised for the safety of a 77-year-old Leicester man who has gone missing. Makham Basra has not been seen since last week.

Sikh Pilgrim

Sikh Pilgrim

A Sikh pilgrim bathing in the holy water at the Golden Temple, Punjab on World Water Day

પાંચમાંથી ચાર બ્રિટિશરને સાર

લંડનઃ બ્રિટનમાં રોજ ૧૬૫ મિલિયન કપ ચા પીવાય છે છતાં મોટા ભાગના એટલે કે પાંચમાંથી ચાર બ્રિટિશરને સારી ચા બનાવતા આવડતી ન હોવાનું યુનિવર્સિટી કોલેજ લંડનના વિજ્ઞાનીઓ કહે છે. તેમના અભ્યાસ અનુસાર ચાની વિશિષ્ટ સુગંધ આવે તેટલો લાંબો સમય ચાના પાંદડા બરાબર ઉકાળવામાં આવતાં નથી કે પલાળવા દેવાતાં નથી. ચા બનાવનારા અને તેનો સ્વાદ માણનારા લોકો માટે આ સંશોધન આઘાતજનક છે.

પાસપોર્ટ ચેકિંગના નવા નિયમોથ

લંડનઃ ફેરી દ્વારા ફ્રાન્સનો પ્રવાસ કરનારા પરિવારોને વેળાસર રજા માણવા નીકળી જવાની સલાહ ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે આપી છે. આગામી મહિને ડોવર પોર્ટ ખાતે નવા એક્ઝિટ ચેક્સ લાગુ થવાના હોવાથી પાંચ માઈલની કતારમાં ઉભાં રહેવાનું આવે તેવી ચેતવણીઓ ફેરી કંપનીઓ દ્વારા અપાઈ છે. દેશ છોડી જનારા લોકોના પાસપોર્ટ્સની તપાસ પણ ડોવર પોર્ટ્સના સ્ટાફ દ્વારા હાથ ધરાશે.

ગ્રાન્ડ પેરન્ટ્સ લાખો લોકોનો

લંડનઃ નોકરી-ધંધામાં જોડાયેલાં ૨૦ લાખથી વધુ પેરન્ટ્સને બાળસંભાળમાં તેમના જ પેરન્ટ્સની મદદનો આધાર રહે છે. ચેરિટી ગ્રાન્ડપેરન્ટ્સ પ્લસના નવા અભ્યાસમાં પાંચમાંથી એક પેરન્ટ્સે જણાવ્યા અનુસાર જો આવી મદદ ન મળતી હોય તો તેમને ફરજિયાત ઘેર રહેવું પડે. જ્યારે ગ્રાન્ડપેરન્ટ્સની સહાય વિના છમાંથી એક પેરન્ટ્સે કામકાજના કલાકો ઓછાં કરવા પડે તેમ જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડમાં જેમ ભારતીય ટીમ આગળ વધી રહી છે તેમ સટોડિયાઓનો ઉત્સાહ પણ સમાતો નથી. ક્રિકેટનો સટ્ટો ખેલતા અમદાવાદના બે બુકીઓ કિરણ પટેલ ઉર્ફે માલા ટોમી પટેલ ઉર્ફે ગિરીશ પટેલ સહિતના ૧૩ સટોડિયાઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે (ઈડી)ના અધિકારીઓએ ગત સપ્તાહે વડોદરાના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી.