Advanced search


Gandhi Jayanti at Tavistock Square...

The Indian High Commission and India League are organising Gandhi Jayanti on 2nd October at Tavistock Square, London, from 11am onwards. 

2bff0fe64739a8d44acd4b4f709fca5e2

2bff0fe64739a8d44acd4b4f709fca5e2

Dr Virander Paul at Mahatma Gandhi's statue in Tavistock Square 

મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી...

ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇ કમિશન દ્વારા આગામી તા. ૨ અોક્ટોબર ૨૦૧૫ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LD ખાતે કરવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ

શ્રી મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના પ્રથમ પાટોત્સવની શાનદાર ઉજવણી સંસ્થાના આચાર્ય પૂ. આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિય દાસજી મહારાજની ઉપસ્થિતીમાં ધામધૂમપુર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે એમપી બેરી ગાર્ડીનર, બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, ભારતીય હાઇકમિશનના કાઉન્સેલર શ્રી જ્ઞાન સિંઘ, સ્થાનિક કાઉન્સિલર્સ, સેંકડો હરિભક્તો અને અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આખાય સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક, મનોરંજક અને અન્ય કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું હતું. સ્થાપનાના એક જ વર્ષ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી લંડન અને બ્રિટનના હિન્દુઅો અને સ્થાનિક લોકોમાં વ્યાપક આર્કષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા રવિવાર તા. ૬ સપ્ટેમ્બરના રોજ ૩૮મી રાસ ગરબા હરિફાઇનું શાનદાર આયોજન લેસ્ટર ખાતે કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન, શ્રેષ્ઠ રાસ અને શ્રેષ્ઠ ગરબા માટે જુનિયર અને સિનીયર ગૃપને ઇનામો એનાયત કરાયા હતા.

મોહનભાઇ ભીમજીભાઇ લાડવાનું નિ

બર્મિંગહામ ખાતે રહેતા શ્રી મોહનભાઇ ભીમજીભાઇ લાડવાનું ગત તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ બર્મિંગહામ ખાતે લાંબા સમયની બીમારી બાદ નિધન થયું હતું. સદ્ગત મોહનભાઇનો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ ભારતના પોરબંદર ખાતે થયો હતા અને દારેસલામ ખાતે વસવાટ બાદ યુકે આવ્યા હતા. જ્યાં તેમના મોટા દિકરા મુકેશભાઇનો જન્મ થયો હતો.

લંડનઃ ગુજરાતમાં પટેલ અને અન્ય ઉચ્ચ વર્ણના હિન્દુઓ દ્વારા અનામતની માગણી સાથેના આંદોલન સંદર્ભે વેમ્બલીસ્થિત પાટીદાર હાઉસ ખાતે વિવિધ ગુજરાતી અને ભારતીય સંસ્થાઓના અગ્રણીઓની બેઠક રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદમાં ૨૫ ઓગસ્ટની વિશાળ જાહેર રેલી પછી અમદાવાદ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં ફાટી નીકળેલા હિંસક બનાવો અંગે અગ્રણીઓએ ચિંતાની લાગણી વ્યક્ત કરીને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો.

જેરેમી કોર્બીન ઐતિહાસિક વિજય

લંડનઃ લેબર પાર્ટીના ઈતિહાસમાં તીવ્ર ડાબેરી વિચારધારા ધરાવતા ૬૬ વર્ષીય જેરેમી કોર્બીન ઐતિહાસિક વિજય સાથે લેબર પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પાર્ટીના મોટા નેતા ગણાતા ઈવેટ કૂપર, એન્ડી બર્નહામ અને લિઝ કેન્ડલને પરાજય આપ્યો હતો. જોકે, નવા નેતા માટે સીનિયર નેતાઓનો સાથ મેળવવો કપરો બની રહેશે. આ વિજય સાથે પક્ષમાં મોટી તિરાડ પડી છે. કોર્બીન તેમના કરકસરવિરોધી ડાબેરી પ્રોગ્રામ માટે જાણીતા છે. નેતાપદે તરીકે ચૂંટાઈ આવ્યા પછી તરત જ જેરેમી કોર્બીને શેડો કેબિનેટની જાહેરાત કરી હતી. આ કેબિનેટમાં ૧૬ સ્ત્રી અને ૧૫ પુરુષ નેતાને સ્થાન મળવા સાથે સૌપ્રથમ વખત સ્ત્રીઓની બહુમતી સર્જાઈ છે. ભારતીય મૂળના યુવાન પંજાબી સીમા મલ્હોત્રા અને વિગન લિઝા નંદીને પણ સ્થાન અપાયું છે. પક્ષના નવા ડેપ્યુટી લીડર તરીકે ટોમ વોટસન ચૂંટાઈ આવ્યા હતા. કોર્બીનના વિજયથી યુનિયન અગ્રણીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. ડાબેરી કોર્બીન કદાચ ભાવિ ‘પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઈટિંગ’ બની રહેશે. તેમની ભૂમિકા લેબર પાર્ટીની બિસમાર હાલતમાં પ્રાણ પૂરી શકશે કે કેમ તે જોવાનું રહેશે.

person-walking

person-walking

Eat chillies

Eat chillies