વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે કોમ્યુનિટી સંસ્થાઓનો ધસારો 15/09/2015 3:20 pm Achyut Sanghavi લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત સમયે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૧૩ નવેમ્બરે આયોજિત ભવ્ય સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૦૦થી વધુ કોમ્યુનિટી સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે. ધ યુરોપ ઈન્ડિયા ફોરમ (EIF)ની ઈવેન્ટ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ), આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશન, ઈસ્કોન યુકે, ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (યુકે) સહિત અનેક સંસ્થાનો સમાવેશ થાય છે.
ઉન્મેષ દેસાઈ લંડન એસેમ્બલી ચૂંટણીમાં લેબર ઉમેદવાર 15/09/2015 3:20 pm Achyut Sanghavi લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડન એસેમ્બલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઈસ્ટ હામના કાઉન્સિલર ઉન્મેષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ ન્યુહામ, બાર્કિંગ એન્ડ ડેગનહામ, ટાવર હેમલેટ્સ અને સિટી ઓફ લંડનના બરોઝને આવરી લેતા સિટી એન્ડ ઈસ્ટ મતક્ષેત્ર માટે સ્પર્ધામાં ઉભા રહેશે.
પાર્લામેન્ટે આસિસ્ટેડ સુસાઈડ બિલ ફગાવ્યું 15/09/2015 3:21 pm Achyut Sanghavi લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સભ્યોએ શુક્રવારે આસિસ્ટેડ સુસાઈડ બિલ- દયામૃત્યુની વિરુદ્ધમાં મત આપી તેને ફગાવી દીધું છે. અતિ ગંભીર હાલતના પેશન્ટ્સને મેડિકલ સુપરવિઝન હેઠળ જીવનનો અંત લાવવાની પરવાનગી આપતા સુધારાને સાંસદોએ ૨૧૨ મતથી નકારી કાઢ્યો છે. બિલની તરફેણમાં ૧૧૮ અને વિરુદ્ધમાં ૩૩૦ મત પડ્યા હતા.