Advanced search


Dhawan to lead India A against Bangladesh A...

Shikhar Dhawan and Unmukt Chand will skipper the India A squad in the three-day match and One-Day matches respectively against Bangladesh A later this month.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સૌથી લાંબા શાસનનો વિક્રમ કર્યો ત્યારે ૪૩ વર્ષીય ટેક્સી ડ્રાઈવર ડેવિડ વાઝે તેમને ભેટસ્વરૂપે ૫૦ પાઉન્ડની નોટ મોકલી આપી હતી. વાઝે ઈચ્છા વ્યક્ત કરી હતી કે રોયલ હાઈનેસ આ રકમમાંથી તેમને મનગમતી વિશિષ્ટ ચાની મોજ માણે. જોકે, તેને આ ચલણી નોટ સાભાર પરત કરી દેવાઈ હતી. રાણીના લેડી ઈન વેઈટિંગે લખેલાં પત્રમાં જણાવાયું હતું કે રાણી કોઈ પ્રકારની નાણાકીય ભેટ સ્વીકારી શકતાં નથી.

ડેવિડે કહ્યું હતું કે રાણી મારા માટે માતા જેવા છે. થોડાં વર્ષો અગાઉ, ડેવિડની હાલત ખરાબ હતી ત્યારે તેણે રાણીને પત્ર લખી પોતાની દુર્દશા વિશે જણાવ્યું હતુ. રાણીએ તેનો પ્રત્યુત્તર પાઠવતાં ડેવિડ ખુશ થયો હતો.

લંડનઃ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના ૧૪ સપ્ટેમ્બરના શહીદદિનના સ્મારકની ઉજવણીરુપે બુધવાર ૯ સપ્ટેમ્બરે આયોજિત કોન્ફરન્સમાં ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમ અને હિન્દુ કાઉન્સિલ યુકે ઉપરાંત, વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યો, સાંસદો, હિન્દુ સામાજિક અને રાજકીય કર્મશીલો, હિન્દુ પુજારીઓ અને ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી સુનીલ કુમાર સામેલ થયા હતા. હિન્દુ પૂજારી દ્વારા વિશેષ પ્રાર્થના અને સાંસદ માર્કસ જોન્સ દ્વારા સ્વાગત પછી ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમના પ્રમુખ કૃષ્ણા ભાને કોન્ફરન્સને ખુલ્લી જાહેર કરી હતી.

ક્લાસરુમ્સમાં સ્માર્ટ ફોન્સ

લંડનઃ વિદ્યાર્થીઓની વર્તણૂક પર ટેકનોલોજીની અસર વિશે સરકારે તપાસની જાહેરાત કરી છે ત્યારે વર્ગખંડોમાં સ્માર્ટ ફોન્સ પર પ્રતિબંધ અને આઈપેડના ઉપયોગ પર કડક નિયંત્રણો લાગી શકે છે. સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સ શિક્ષણમાં વિક્ષેપ પાડતાં હોવાની ફરિયાદ શિક્ષકો દ્વારા કરાઈ છે.

ટોપ-૩૦ બિઝનેસ લીડર્સમાં રીના પ...

અમેરિકાથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ઓસ્ટિન બિઝનેસ જર્નલ’એ તાજેતરમાં આ વર્ષની ટોપ-૩૦ ફીમેલ બિઝનેસ લીડર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બિઝનેસ વુમન રીના પટેલનો પણ સમાવેશ થાય છે. રીના પટેલ અમેરિકન મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફાઈનાન્સ કંપની વેલ્સ કાર્ગોનાં એરિયા પ્રેસિડેન્ટ છે. 

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ...

લંડન, નવી દિલ્હીઃ બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સ સાજિદ જાવિદે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં ભારત સહિત કોઈ પણ દેશના વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ મર્યાદા લગાવાઈ નથી અને તેમને ઉષ્માપૂર્ણ આવકાર મળશે.

જીવનસાથીના ઈલાજ માટે ૮૩ વર્ષની વયે પેરાગ્લાઇડિંગ!

લીવરપુરઃ જીવનસાથી માટે કંઈ પણ કરી છૂટવાનું હંમેશા સારું જ લાગતું હોય છે, પરંતુ જ્યારે તે બીમાર હોય અને વાત તેની જિંદગી સાથે જોડાયેલી હોય ત્યારે તો આ અનુભવ વધુ યાદગાર બની જતો હોય છે. પછી ભલેને તેના માટે ગમેતેટલું જોખમ કેમ ન ઉઠાવવું પડે? આથી જ તો ૮૩ વર્ષના કેન્સરપીડિત જ્હોન બેરોટ ૬૦૦૦ ફૂટની ઊંચાઈએથી પેરાગ્લાઇડિંગ કરતાં પણ જરાય ખચકાયા નહોતા. જ્હોનનાં ૬૧ વર્ષીય પત્ની માર્ગારેટ અલ્ઝાઇમરથી પીડિત છે. તેમની સારવાર માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા જ્હોને આ સાહસ ખેડ્યું હતું. આ કપલને સ્થાનિક લોકો ‘રિયલ લાઇફ નોટબુક’ના નામે ઓળખે છે.

Akshay-kumar

Akshay-kumar

Katrina Kaif

Katrina Kaif