સ્ટેટ પેન્શનમાં વધારા માટે શું કરશો? 19/09/2015 7:21 am Achyut Sanghavi લંડનઃ ઘણા લોકોને સરકારી પેન્શન માટે કોણ લાયક ગણાય, કેટલો ફાળો આપવો જોઈએ કે પેન્શનની રકમ કેટલી મળે તે સહિત સરકારી પેન્શન વિશે જાણકારી હોતી નથી. ઘણા લોકો પાછલી જિંદગીમાં તેમને મદદ મળે અથવા તેમની હયાતી ન હોય ત્યારે પરિવારને મદદ મળે તેવા હેતુસર પોતાના પગારમાંથી પેન્શન માટે દર મહિને લઘુતમ £૩૦ની કપાત કરાવે છે. બીજી તરફ, ધનવાનો સહિત ઘણા લોકો એવા છે, જેઓ પેન્શન યોજનાનો હિસ્સો બનવાનું પસંદ કરતા નથી.
બટાટાઃ સમજપૂર્વક રાંધો તો બહુ હેલ્ધી 19/09/2015 7:26 am Nilesh Parmar મેદસ્વી કાયા ધરાવતા લોકો અને ડાયાબીટીસના દરદીઓ માટે બટાટા બિનઆરોગ્યપ્રદ હોવાની સામાન્ય માન્યતા છે, પણ કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના અભ્યાસ અનુસાર બટાટા નુકસાનકારક નહીં, ફાયદાકારક છે. તેમના મતે બટાટામાં એવાં કેમિકલ્સ છે જે ટાઇપ-વન અને ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબીટીસ ધરાવતા દરદીઓ માટે દવા બની શકે છે.
આલ્કોહોલ હાર્ટ એટેક સામે રક્ષણ આપે, કેન્સરનું જોખમ વધારે 19/09/2015 7:43 am Achyut Sanghavi લંડનઃ શરાબપાન કરનારા માટે સારા અને ખરાબ સમાચાર છે. એક વૈશ્વિક અભ્યાસ અનુસાર આલ્કોહોલના સેવનથી હાર્ટ એટેકના જોખમમાં માત્ર ૨૪ ટકાનો ઘટાડો થાય છે, પરંતુ કેન્સરના જોખમ અને ઈજાગ્રસ્ત થવાની શક્યતામાં અનેકગણો વધારો થાય છે. આ અભ્યાસમાં ભાગ લેનારા ૧૧૪,૯૭૦ લોકો પર ચાર વર્ષ નજર રખાઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે મધ્યમ શરાબપાન કરનારાને વધુ રક્ષણ દેખાયું હતું. જોકે, શરાબપાન નહિ કરનારાની સરખામણીએ આલ્કોહોલના વપરાશથી મોઢાં, અન્નનળી, જઠર, આંતરડા, લિવર, અંડાશય સ્તન, મસ્તક અને ગળા સહિતના ચોક્કસ કેન્સર થવાના જોખમમાં ૫૧ ટકાનો વધારો થાય છે.