• લેબર દાતા સાંસદોને પક્ષ છોડવા ભંડોળ ફાળવશે 21/09/2015 5:13 am Achyut Sanghavi લેબર પાર્ટીના મોટા દાતાઓમાંના એક અસીમ આલમે તો જે લેબર સાંસદો પક્ષાંતર કરવા તૈયાર હોય તેમને મોટુ ભંડોળ ફાળવવા જાહેરાત કરી છે. જેરેમી કોર્બીનનું નેતૃત્વ લેબર પાર્ટીના ‘અંતનો આરંભ’ હોવાનું જણાવી આલમે નવો જમણેરી પક્ષ રચવા અથવા લિબરલ ડેમોક્રેટ્સ સાથે જોડાવા તૈયાર મધ્યમમાર્ગી સાંસદોને નાણાકીય સહાય કરવાની તૈયારી દર્શાવી છે. ઈજિપ્તમાં જન્મેલા આલમે ૨૦૧૦થી પક્ષને £૭૨૦,૦૦૦નું દાન આપ્યું છે. તેમણે લેબર પાર્ટીને ‘ડેડ હોર્સ’ ગણાવી હતી.
કટ્ટરવાદ સામે લડવા યુનિવર્સિટીઓને આદેશ 21/09/2015 5:50 am Achyut Sanghavi લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદનો સામનો કરવા વડા પ્રધાન કેમરનની જાહેરાતમાં કેમ્પસમાં ઉદ્દામવાદ કે કટ્ટરવાદ સામે લડવા યુનિવર્સિટીઓને આદેશ કરાયો છે. યુનિવર્સિટીઓએ વિદ્યાર્થી કાર્યક્રમોમાં યુવક-યુવતીઓને અલગ રાખવા સામે તેમ જ યુવા વર્ગને ઉદ્દામીવાદીકરણનો શિકાર બનતા અટકાવવા માટે યોજનાઓ ઘડવી પડશે.
જેરેમી કોર્બીન રાષ્ટ્રગીત ગાશે 21/09/2015 5:51 am Achyut Sanghavi લંડનઃ લેબર પાર્ટીના નવા નેતા જેરેમી કોર્બીનને રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ નહિ ગાવાના મામલે મોટી પીછેહઠ કરવી પડી છે. કોર્બીને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રગીત ગાશે તેવી સ્પષ્ટતા કરી હતી. બેટલ ઓફ બ્રિટનના મેમોરિયલ દરમિયાન કોર્બીન રાષ્ટ્રગીત ગાવામાં જોડાયા ન હતા અને મૌન જાળવ્યું હતું. આ મુદ્દે શેડો કેબિનેટના અગ્રણી સભ્યો સહિતના લેબર સાંસદોએ તેમની ભારે ટીકા કરી હતી.
સ્ત્રીએ પુરુષના વેશમાં સ્ત્રીમિત્ર બનાવી 21/09/2015 5:52 am Achyut Sanghavi લંડનઃ પુરુષ હોવાનો સ્વાંગ રચી ગાયલી ન્યુલેન્ડે એક મહિલા સાથે ૧૦ વખત સેક્સ માણ્યું હતું. આ યુવતી સાથે છેતરપીંડી કરવાના ગુનામાં ન્યુલેન્ડને દોષિત ઠરાવાઈ હતી. તેણે બે વર્ષ સુધી બોયફ્રેન્ડ તરીકે યુવતી સાથે રહેવા વેશ અને અવાજ બદલ્યો હતો. ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં આઠ સ્ત્રી અને ચાર પુરુષની જ્યુરીએ જાતીય હુમલાના ત્રણ આરોપમાં ન્યુલેન્ડને દોષિત માની હતી.
કોફી પીવાથી જેટલેગ અટકાવી શકાય? 21/09/2015 5:52 am Achyut Sanghavi લંડનઃ કોફી જેટલેગને અટકાવવામાં મદદરૂપ બની શકે છે. જોકે, આ માટે તમે કઈ દિશામાં ઊડ્ડયન કરી રહ્યા છો તેના પર આધાર રહે છે. કેમ્બ્રિજ યુનિ.ની મેડિકલ રીસર્ચ કાઉન્સિલ અને યુએસમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડોના વિજ્ઞાનીઓ માને છે કે જો પ્રવાસીઓ પશ્ચિમ દિશામાં ઊડી રહ્યા હોય તેમને જેટલેગનો સામનો કરવામાં સાંજે પીવાયેલી ડબલ એસ્પ્રેસો કોફી મદદ કરે છે કારણ કે તેનાથી બોડી ક્લોક એટલે કે શારીરિક લયને એકાદ કલાક જેટલો ઊંધી દિશામાં ફેરવી શકાય છે.
સિવિલ સર્વન્ટ્સની સંખ્યામાં ભારે ઘટાડો 21/09/2015 5:53 am Achyut Sanghavi લંડનઃ યુકેમાં કરકસરના પગલાંના પરિણામે ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ધ પછી સિવિલ સર્વિસમાં નોકરિયાતોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ બ્રિટનમાં હાલ માત્ર ૩૯૮,૦૦૦ સિવિલ સર્વન્ટ્સ છે, જે અગાઉના દાયકાની સરખામણીએ ૧૪૦,૦૦૦ ઓછાં અને ૧૯૩૯ પછી સૌથી તળિયે છે. બીજી તરફ, બ્રિટનમાં ગત છ વર્ષમાં સૌથી મોટો વેતનવધારો જુલાઈમાં આવ્યો હતો. બોનસ સહિતના નિયમિત વેતનોમાં ૨.૯ ટકાનો ઊછાળો આવ્યો હતો.
૧૪ સંતાનના પિતાએ ધનવાન સ્ત્રીઓને ફસાવીને નાણા પડાવ્યા 21/09/2015 5:54 am Achyut Sanghavi લંડનઃ મેથ્યુ સેમ્યુઅલ્સે ડેટિંગ વેબસાઈટના ઉપયોગથી ચાર વર્ષના ગાળામાં ૧૧ ધનવાન અને એકલવાયી મહિલાઓ સાથે ઠગાઈ કરી £૧૮૦,૦૦૦થી વધુ રકમ પડાવી હોવાનો આક્ષેપ કરાયો છે. તેણે યુકેના સૌથી ધનવાન લોકોમાંના એક હોવાની છબી ઉપસાવી હતી. તે ભાડે કરેલી મોંઘી કારમાં આ સ્ત્રીઓ સાથે ડેટિંગ કરવા આવતો હતો અને ભભકાદાર જીવનશૈલી માટે તેમના નાણાનો ઉપયોગ કરતો કરતો હતો.
Cllr Alex Yip: Unity can help move mountains 21/09/2015 7:43 am Rupanjana Dutta Alex Yip, Birmingham’s first and only councillor of Chinese origin, is a rising star in British politics.
અમેરિકામાં મોદીનો વિરોધ રાજકારણ પ્રેરિત 21/09/2015 7:45 am Viren Vyas અમેરિકામાં કેટલાક પાટીદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે યોજનારી વિરોધ પ્રદર્શન રેલી પ્રત્યે નારાજગી દર્શાવી છે. ૨૪ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન સિલિકોન વેલીના એક પટેલ જૂથે મોદી વિરોધી વલણ અપનાવ્યું છે. ગુજરાતના પાટીદાર અનામત આંદોલન મુદ્દે નરેન્દ્ર મોદીએ કોઇ યોગ્ય પ્રતિભાવ નહીં આપ્યો હોવાનું તેમનું માનવું છે.
કેવલ પટેલ સરદાર પટેલના વંશજ નથી: પરીજનોનો દાવો 21/09/2015 9:01 am Viren Vyas અમેરિકાવાસી કેવલ પટેલ પોતે સરદાર વલ્લભભાઇ પટેલના વારસ હોવાનું જણાવી પાટીદાર અનામત આંદોલનને ટેકો આપ્યો છે.