ડિપ્લોમેટે ગ્રાન્ડચાઈલ્ડની હત્યાની ધમકી આપી 18/08/2015 7:53 am Achyut Sanghavi લંડનઃ યુકેસ્થિત વિદેશી રાજદ્વારીએ પોતાની અપરીણિત પુત્રીને જન્મેલી બાળકીને મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત હાઈ કોર્ટ સમક્ષ કરાઈ છે. હોસ્પિટલમાં લાંબો સમય સહ્યા પછી તરુણ દીકરી ઘેર પાછી ન આવે તેમ રાજદ્વારીનો પરિવાર ઈચ્છે છે. પિતા ડિપ્લોમેટિક ઈમ્યુનિટી ધરાવતા હોવાથી તરુણીએ પરિવાર સાથે યુકે છોડવું પડે તેવાં સંજોગો સર્જાયા છે.
હોસ્પિટલોમાં વૃદ્ધોની નબળી સારસંભાળ 18/08/2015 7:56 am Achyut Sanghavi લંડનઃ ધ કેર ક્વોલિટી કમિશને ચેતવણી આપી છે કે મોટા ભાગની હોસ્પિટલોમાં વૃદ્ધોની સારસંભાળ બરાબર લેવાતી નથી અને મૃત્યુના આરે પહોંચેલા પેશન્ટ્સ માટે તે કન્વેયર બેલ્ટ જેવી કામગીરી કરે છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૫૦૦,૦૦૦ લોકોનું હોસ્પિટલમાં મોત થાય છે. ત્યારે ડીમેન્શીઆ અને હૃદયરોગ જેવી સ્થિતિથી પીડાતા પેશન્ટ્સની સારવારના નબળાં ધોરણો અંગે સમીક્ષાની જાહેરાત કરાઈ છે.
પ્રીતિ પટેલે સ્વાતંત્ર્ય દિને ભારતીયોને શુભેચ્છા પાઠવી 18/08/2015 7:58 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે ભારતીય સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તમામ ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૯૪૭માં આઝાદી મેળવ્યા પછી ભારતની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે અને તેણે વિશિષ્ટ ઓળખ મેળવી છે. આપણે ભારતના સ્વાતંત્ર્ય દિને મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં એકસંપ તમામ સંસ્કૃતિઓ અને સમૃદ્ધ ઈતિહાસની ઉજવણી કરીએ છીએ.
Croydon celebrates Rathayatra festival 18/08/2015 8:02 am Rupanjana Dutta On a bright sunny morning of Sunday 16 August 2015, devotees gathered in Croydon High Street to welcome Lord Jagannath, Baladev and Subhdra in a chariot.