તમારી વાતના પત્રો 18/08/2015 10:24 am Kamal Rao 'ગુજરાત સમાચાર'માં થોડા સમય પહેલાં અમેરિકામાં ધર્મજના મૃદુલાબહેનની કરુણ હત્યાના સમાચાર વાંચી અત્યંત દુઃખ થયું. પણ ત્યાર બાદ સમાચાર જાણ્યા કે સારવાર દરમિયાન મરણ થતા તેમના પરિવારજનોએ મૃદુલાબહેનનાં અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું હૃદય, લિવર અને કિડનીનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.