સાઉથ કેરોલીનામાં ચરોતરના વૃદ્ધ પટેલ દંપતીની હત્યા 20/08/2015 7:37 am Nilesh Parmar અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટમાં વૃદ્ધ પટેલ દંપતીની ગોળી મારીને હત્યા કરવાના સમાચારથી તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતીઓ, ખાસ કરીને પટેલ સમુદાયના લોકોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલાથી ચરોતર વિસ્તારમાં ચિંતાની લાગણી પ્રસરી છે. સાઉથ કેરોલીનાના ઇમાસી શહેર નજીક આવેલી પોઇન્ટ સાઉથ બેસ્ટ મોટેલમાં જોબ કરતાં અને ત્યાં જ આણંદના સોજિત્રા તાલુકાના કાસોરના વતની ૭૨ વર્ષીય કાંતિભાઈ પટેલ અને પત્ની ૬૭ વર્ષીય હંસાબહેન પર રવિવાર, ૧૬ ઓગસ્ટની વહેલી સવારે લૂંટના ઇરાદે એક અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્નેના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જેસ્પર કાઉન્ટી પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કરવાના કેસમાં ૨૦ વર્ષના જોશુઆ લેનાર્ડ પોચરની ધરપકડ કરીને તેની સાથે બે કાઉન્ટનો ગુનો નોંધ્યો છે.
યુનોમાં સામાજિક ભૂમિકા ભજવશે અનુપમ ખેર 20/08/2015 7:52 am Viren Vyas યુનાઇટેડ નેશન્સ દ્વારા અનુપમ ખેરને લૈંગિક સમાનતા અંગે સંયુક્ત રાષ્ટ્રના અભિયાન માટે દૂત બનાવવામાં આવ્યા છે.
Nepal Appeal 20/08/2015 7:52 am Rupanjana Dutta This year, due to the devastating earthquakes in Nepal, the ZEE London Mela will have three charitable beneficiaries; Oxfam, The Gurkha Welfare Trust and YUMI Nepal. All three charities will have a physical presence at the Mela. Here’s a little bit about what each charity has been up to, helping the victims in Nepal recently.