ઊંઝા નગરપાલિકાના ૨૭ સભ્યોનાં રાજીનામા 27/08/2015 8:15 am Viren Vyas પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે ચાલી રહેલા અનામત આંદોલનમાં ખુલ્લુ સર્મથન આપતા ઊંઝા નગરપાલિકાના ૨૭ નગરસેવકોએ એક સાથે રાજીનામા આપીને ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
બ્રિટિશ બાળકોને જિંદગીથી સંતોષ નથી 26/08/2015 5:41 am Achyut Sanghavi લંડનઃ યુનિવર્સિટી ઓફ યોર્કના ૧૦ વર્ષના સંશોધન અનુસાર ૧૫ દેશોમાં જિંદગી પ્રત્યે સંતોષની લાગણીની યાદીમાં બ્રિટિશ બાળકો ૧૪મા ક્રમે મૂકાયા છે. સંશોધનમાં ૫૩,૦૦૦ બાળકોને આવરી લેવાયા હતાં. બ્રિટનના શાળાના વિદ્યાર્થીઓ ઈથિયોપિયા અને અલ્જિરિયાના બાળકોની સરખામણીએ વધુ દુઃખી છે કારણ કે તેમના પર ધાકધમકી કરાય છે, તેમના વડીલો દ્વારા ઓછું ધ્યાન અપાય છે અને સતત સારા દેખાવાના દબાણ હેઠળ હોય છે.
પૂર્વ નાણા પ્રધાન સનત મહેતાનું નિધન 27/08/2015 8:23 am Viren Vyas કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અને પૂર્વ સાંસદ સનત મહેતા (૯૧)નું ૨૦ ઓગસ્ટે સાંજે ૭ વાગે વડોદરામાં અવસાન થયું હતું.
બાળકોના પોકેટ મનીમાં બમણો વધારો 26/08/2015 5:42 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં લોકોને મળતાં વેતનની સરખામણીએ બાળકોને અપાતા પોકેટ મનીમાં બમણો વધારો થયો છે. સરકાર બેનિપિટ્સમાં કાપ મૂકતી રહી છે પરંતુ પેરન્ટ્સ પોતાના સંતાનો માટે આમ કરી શકતાં નથી. ૧૯૮૭ પછી વેતનોમાં સરેરાશ ટકાની વૃદ્ધિ થઈ છે, પરંતુ પોકેટ મનીમાં ૪૪૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આની સરખામણીએ આ સમયગાળામાં વેતનોમાં સરેરાશ ૧૯૩ ટકાનો વધારો થયો છે. હેલિફેક્સ દ્વારા પોકેટ મની રિપોર્ટ અનુસાર હાલ સંતાનોને અપાતું સરેરાશ સાપ્તાહિક ખિસ્સાખર્ચ £૬.૨૦ છે, જે ૩૦ વર્ષ અગાઉ £૧.૧૩ હતું.
હળવી ક્ષણોએ... 27/08/2015 8:25 am Mukesh Patel રમેશઃ અરે યાર મારી વાઈફ દરરોજ મારી જોડે બહુ ઝઘડે છે અને પછી તેના પિયર જતી રહે છે. સુરેશઃ દોસ્ત, તું તો નસીબદાર કહેવાય. કેમ કે મારી વાઈફ તો મારી જોડે ઝઘડે છે અને પછી તરત તેના પિયરીયાને મારા ઘરે બોલાવી લે છે.•
આશરે ૮૦૦ ઈસ્લામિક જેહાદી યુરોપમાં હુમલાઓ કરવા તૈયાર 26/08/2015 5:42 am Achyut Sanghavi લંડનઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી છે કે ISIS અને અલ કાયદાના આદેશની રાહ જોઈ રહેલાં ૮૦૦ જેટલા ઈસ્લામિક કટ્ટરવાદીઓ યુકે સહિતના યુરોપમાં હુમલાઓ કરવા સજ્જ બન્યા છે. ઈરાક અને સીરિયાના યુદ્ધોમાંથી પાછાં ફરેલા આશરે ૩૫૦ બ્રિટિશ નાગરિકો પણ યુકેમાં હુમલાઓ કરવાનું આયોજન ધરાવે છે. આ લોકો સારી તાલીમ ધરાવતાં નથી, પરંતુ કશું પણ કરવાની તેમની તૈયારી હોવાનું એજન્સીઓએ જણાવ્યું હતું. આશરે ૭૦૦ બ્રિટિશ કટ્ટરવાદી મિડલ ઈસ્ટના યુદ્ધોમાં ભાગ લેવા ગયા હોવાનું મનાય છે.
UK quadruples number of Chevening Scholars from Pakistan 26/08/2015 5:53 am Rupanjana Dutta UK-PAKISTAN: The UK has quadrupled the number of Chevening Scholars from Pakistan, the British High Commissioner, Mr Philip Barton CMG OBE, has announced at a reception ahead of their departure to prestigious UK universities.