વિદેશીઓ કૂખ ભાડે નહીં લઈ શકે 04/11/2015 8:47 am Khushali Dave કેન્દ્ર સરકારે ૨૮મી ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં એવું લેખિત નિવેદન રજૂ કર્યું હતું કે, સરકાર દેશમાં કમર્શિયલ સરોગસીનું સમર્થન કરતી નથી. વિદેશીઓ માટે કમર્શિયલ સરોગસીના હેતુએ કરવામાં આવનાર માનવભ્રૂણની આયાત પર સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવા માગે છે. પ્રતિબંધ અમલી બનાવવા માટે ટૂંક સમયમાં જરૂરી બધી જોગવાઇઓ હાથ ધરવામાં આવશે અને પ્રતિબંધનો ભંગ કરવા બદલ દંડ પણ કરાશે. જોકે, રિસર્ચના કામ માટે માનવભ્રૂણની આયાત પર સરકાર કોઇ પ્રતિબંધ લાદવા માગતી નથી.
દીપાવલી પર્વના શુભ મુહૂર્તો 04/11/2015 8:49 am Vikram Nayak ધનતેરસ - ધનપૂજાતા. ૮-૧૧-૨૦૧૫, રવિવારે તેરસ કલાક ૧૧.૦૨થી બેસે છે. ધનપૂજા માટે પ્રદોષકાલનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાલ ૧૬.૨૧થી ૧૯.૨૦ સુધી છે, તે ઉત્તમ મુહૂર્ત છે. ચોઘડિયાઃ કલાક ૧૬.૨૧થી ૧૮.૧૩ શુભ, કલાક ૧૮.૧૩થી ૨૦.૦૫ સુધી અમૃત ચોઘડિયુ છે.
રોમાનિયાની નાઇટક્લબમાં વિસ્ફોટ, ૨૭ મોત 04/11/2015 8:51 am Khushali Dave રોમાનિયાની રાજધાની બુખારેસ્ટની કલેક્ટિવ નાઇટ ક્લબમાં ૩૦મી ઓક્ટોબરે રાત્રે ૧૧ વાગે આતશબાજીને કારણે આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ક્લબમાં ૪૦૦ લોકો હાજર હતા અને તેમાંથી ૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નરેન્દ્રભાઈ, બ્રિટન યાત્રામાં ઐતિહાસિક સ્થાનને સંશોધન કેન્દ્રમાં પલટાવો! 04/11/2015 9:09 am Nilesh Parmar આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું મારા માટે સહજ છે એ તો તમે ય જાણો છો.