Advanced search


અસિન સંગ રાહુલના લગ્ન...

સુપરહિટ ફિલ્મ ‘ગજિની’થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી દક્ષિણની અભિનેત્રી અસિન થોટ્ટુમલના લગ્ન માઈક્રોમેક્સનાં સહસ્થાપક રાહુલ શર્મા સાથે દિલ્હીમાં ૨૬ નવેમ્બરે થવાની વાતો સંભળાઈ રહી છે. અસિનની છેલ્લી ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’ના શૂટિંગ વખતે આ બંનેની મિત્રતા થઈ હતી
જે પ્રેમમાં પરિણમી અને હવે બંને લગ્નનાં બંધનમાં બંધાવાના છે. 

UK's 3 leading cinemas refuse to show C of E advert...

A 60-second advert by the Church of England, featuring the Lord's Prayer, has been refused to be shown by the UK's three leading cinema chains, Cineworld, Odeon and Vue, due to fears that it could offend people.

પીઢ કલાકાર સઈદ જાફરીનું નિધન...

બોલિવૂડના જાણીતા કલાકાર સઈદ જાફરીનું ૮૬ વર્ષની જૈફ વયે ૧ ૬મી નવેમ્બરે મુંબઈ ખાતે નિધન થયું હતું. જાફરીએ ‘ગાંધી’, ‘દિલ’, ‘રામ તેરી ગંગા મેલી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં મહત્ત્વની અને યાદગાર ભૂમિકા અદા કરી હતી. 

1735587_image2_1

1735587_image2_1

માત્ર રૂ. ૧૩૮૪ માટે ૩૭ વર્ષ લડ્

આદિત્ય પંચોલીના પિતાએ મુંબઈના જૂહુ સ્થિત એક બંગલાને વર્ષ ૧૯૬૦માં ફક્ત રૂ. ૧૫૦માં ભાડે લીધો હતો. વર્ષ ૧૯૭૭માં મકાન માલિકે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે, આદિત્ય પંચોલીએ છેલ્લા આઠ મહિનાનું ભાડુ ચૂકવ્યું નથી અને આ ભાડુ ત્યારે માત્ર રૂ. ૧,૩૮૪ થયું હતું તે ચૂકવીને બંગલો ખાલી કરે. આદિત્ય ભાડુ ચૂકવવા અને બંગલો ખાલી કરવા રાજી નહોતો અને તેણે સ્થાનિક કોર્ટ અને મુંબઈ હાઇ કોર્ટની મદદ માગી હતી. જોકે બંને કોર્ટમાં પંચોલી કેસ હારી ગયો હતો.

બિહારમાં નીતીશ-લાલુના મહાગઠબ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતીશકુમાર માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૮મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ જાહેર થયાં હતાં. બિહારનો ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહેશે તેવા તમામ એક્ઝિટ પોલના દાવાઓને ખોટા પાડતાં બિહારની જનતાએ વધુ એક વાર નીતીશકુમારની આગેવાની હેઠળના મહાગઠબંધનને શિરે સત્તાનો તાજ પહેરાવ્યો હતો અને ૨૦મી નવેમ્બરે નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. 

Armed Forces Hindu Network celebrates Diwali...

The Armed Forces Hindu Network marked Diwali with a party bringing together key figures from the Hindu community, Government and Ministry of Defence.

પેરિસના આતંકી હુમલામાં ૧૫૦ મૃ

ગ્લેમરની રાજધાની પેરિસ ૧૪મી નવેમ્બરની સાંજે આતંકી હુમલાઓથી રક્તરંજિત બની ગઈ હતી. એકે-૪૭ અને આત્મઘાતી બેલ્ટનો સહારો લઈને આઇએસના ૮ આતંકવાદીઓએ ફ્રાંસમાં ૬ સ્થળોએ હુમલા કર્યાં હતા અને ગોળીઓ ખતમ થઈ જતાં આતંકીઓએ ભાગી રહેલા લોકો પર દારૂગોળાના જેકેટ ફેંક્યા હતા. પેરિસના આ સિરિયલ આતંકવાદી ધમાકા અને ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. આ આતંકી ઘટનામાં પેરિસના કંસર્ટ હોલમાં ૧૦૦ લોકોને બંધક બનવી લેવાયા હતા અને ફ્રાંસિસ સુરક્ષાબળોએ ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા હતા.