• ભારતીય વિદ્યાર્થીઓ LSEની મુલાકાતે 24/11/2015 7:17 am Achyut Sanghavi ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજસુધારક ડો. બી.આર. આંબેડકર તેમજ સામાજિક અન્યાય સંબંધિત મુદ્દાઓનું સંશોધન કરી રહેલા ૨૫ ભારતીય વિદ્યાર્થીનું પ્રતિનિધિમંડળ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (LSE)ની મુલાકાત લેશે. ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ૨૧થી ૨૮ નવેમ્બર દરમિયાન આ પ્રવાસનું આયોજન કરાયું છે. ડો. આંબેડકરે LSEમાં અભ્યાસ કર્યો હતો. પ્રતિનિધિમંડળ વેસ્ટમિન્સ્ટર પેલેસીસ, બ્રિટિશ લાઈબ્રેરી, ઓક્સફર્ડ અને કિંગ હેન્રી રોડસ્થિત ડો. આબેડકર હાઉસની પણ મુલાકાત લેશે.
BAPS નીસડન મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી 24/11/2015 7:17 am Achyut Sanghavi લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર -નીસડન ટેમ્પલમાં દિવાળીની ઉજવણી ઈશ્વર પ્રત્યે પ્રેમ, દાન, પારિવારિક મૂલ્યો, શુભેચ્છા અને કોમ્યુનિટી સદભાવનાનું પ્રતીક બની રહી હતી. લંડનસ્થિત આ સ્વામીનારાયણ મંદિરમાં હજારો ભક્તો અને મુલાકાતીઓએ હિન્દુ ધર્મની સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા અનુસાર ૧૧ નવેમ્બરે દિવાળી અને ૧૨ નવેમ્બરે નૂતન નર્ષની ઉજવણી કરી હતી.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, બર્મિંગહામમાં દિવાળીની ઉજવણી 24/11/2015 7:18 am Achyut Sanghavi બર્મિંગહામઃ બુધવાર ૧૧ નવેમ્બર અને ગુરુવાર ૧૨ નવેમ્બરે હિન્દુ પંચાંગના સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારો દિવાળી અને હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવા સેંકડો લોકો બર્મિંગહામના હોલ ગ્રીન ખાતે આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં એકત્ર થયાં હતાં. મહેમાનોમાં કાઉન્સિલર બેરી બાઉલ્સ અને કાઉન્સિલર કેરી જેન્કિન્સનો પણ સમાવેશ થયો હતો.