ગ્રાહકોને બેન્ક ચાર્જીસ કાપનો લાભ આપો 24/11/2015 7:19 am Achyut Sanghavi લંડનઃ બેન્ક કાર્ડની વધુપડતી ફીમાં ઘટાડાનો લાભ ખરીદારોને આપવા સરકારે રીટેઈલર્સને જણાવ્યું છે. નવા ઈયુ કાયદા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બેન્ક્સ દ્વારા ચાર્જ કરાતી ઈન્ટરચેન્જ ફીમાં કાપ મૂકાયો છે, જેનાથી રીટેઈલર્સને વર્ષે અડધા બિલિયન પાઉન્ડની બચત થશે. ખરીદારોને આ લાભ પરત અપાય તો બ્રિટિશરોને સરેરાશ ૩૬ પાઉન્ડની બચત થઈ શકે. આ માટે સરકાર દ્વારા દુકાનો પર દેખરેખ રખાશે.
નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું મૂર્તિપ્રતિષ્ઠા સાથે ઉદ્ઘાટન 24/11/2015 7:20 am Achyut Sanghavi લંડનઃ પ્રેસ્ટનના નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન સદગુરુ પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી) તથા ભારત અને યુકેના સાધુઓની ઉપસ્થિતિમાં ૭-૮ નવેમ્બરના વીકેન્ડમાં કરાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલા ૧૯૭૪માં પ્રેસ્ટનની મુલાકાત લીધી તે પછીના સમયમાં મંદિરમાં સત્સંગ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નવું મંદિર પ્રેસ્ટન અને વ્યાપક લેન્કેશાયર વિસ્તારમાં BAPS સ્વામીનારાયણ સંસ્થા માટે આધ્યાત્મિક, સામુદાયિક અને ચેરિટી સેવાઓનું કેન્દ્ર બની રહેશે.
નિયમભંગ બદલ સાઉથોલના મકાનમાલિકને દંડ 24/11/2015 7:21 am Achyut Sanghavi સાઉથોલઃ ઈસ્ટ એવન્યુ પર આવેલી પ્રોપર્ટીના મકાનમાલિક બલવિન્દરસિંહ કાહલોનને હાઉસિંગ એક્ટ સહિતના નિયમોના ભંગ કરવાના ૧૯ ગુના બદલ ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૩૦ ઓક્ટોબરે કુલ ૭૨,૪૦૦ પાઉન્ડની પેનલ્ટી ફટકારી હતી. ઈલિંગ કાઉન્સિલ દ્વારા કાહલોન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. કાહલોને મેનેજમેન્ટ ઓફ હાઉસીસ ઈન મલ્ટિપલ ઓક્યુપેશન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૦૬ તેમ જ હાઉસિંગ એક્ટ ૨૦૦૪ અન્વયે ગુનાની કબૂલાત કરી હતી.
ફિલિપ હેમન્ડ દ્વારા વોકિંગ અને સામ બીઅરે હોસ્પિસ માટે રિસેપ્શન 24/11/2015 7:22 am Achyut Sanghavi લંડનઃ રનીમીડ અને વેબ્રીજના સાંસદ અને ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે તેમના સત્તાવાર નિવાસસ્થાને વોકિંગ અને સામ બીઅરે હોસ્પિસીસ માટે ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. ત્રીજી નવેમ્બરે લંડનના કાર્લટન ગાર્ડન્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં સરેની મધ્યમાં આવેલા હોસ્પિસ કેરના સમર્થકોને ભાવિ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોમાં હોસ્પિસીસ ન્યુ ફ્ર્યુચર અપીલ કમિટીના ચેરમેન અને ગ્લોબર બિઝનેસમેન પેટ્રિક ઓ’ સુલિવાન, કમિટીના સભ્યો, સ્થાનિક સેલેબ્રિટી પેટ્રન માઈકલ એસ્પેલ અને નામાંકિત વ્યક્તિત્વ ક્રિસ ઈન્ગ્રામ સહિતનો સમાવેશ થયો હતો.