ન્યૂ જર્સીમાં માર્ગ અકસ્માતમાં ગુજરાતી યુવાનનું મૃત્યુ 04/12/2015 4:22 am Khushali Dave ન્યૂ જર્સીના હાઇ વે પર હોટેલના કર્મચારીઓથી ભરેલી એક વાન અને રોડસાઈડમાં પાર્ક કરેલા જાનવરોથી ભરેલા વેગન સાથે રવિ નાયકની કાર ધડાકાભેર અથડાતાં ૩૦મી નવેમ્બરે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બારથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાંથી રવિ નાયક સહિત બેથી વધુનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતના મ્યુનિ. કોર્પોરેશનોમાં ‘કમળ’ ખીલ્યું, ગામડાંઓમાં ‘પંજો’ ફરી વળ્યો 04/12/2015 5:50 am Khushali Dave સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના મતદારોએ બે તબક્કામાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ઇતિહાસનું પુનરાવર્તન કરતા હોય તેમ કોંગ્રેસ પર વિજયકળશ ઢોળ્યો છે. બુધવારે જાહેર થયેલા પરિણામો અનુસાર ૭૭ ટકા ગ્રામ્ય વિસ્તારો અને ૩૩ ટકા શહેરી વિસ્તારો કોંગ્રેસે મેળવ્યા છે. શહેરોના ૧.૩૦ કરોડ મતદારો હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોની સંખ્યા ૨.૨૩ કરોડ હતી. મતલબ કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે વધારે જીત મેળવી છે. આ ટકાવારી મુજબ કોંગ્રેસનો વિજય ભાજપ કરતાં વધારે મજબૂત છે. ૩૬ નગરપાલિકાની બેઠકો એવી છે કે જે અર્ધ શહેરી અને અર્ધ ગ્રામ્ય છે. જે ૩૬ વિધાનસભાની બેઠકો ઉપર અસર કરે છે. જેમાં વિધાનસભાની ચૂંટણી ઉપર અસર થઈ શકે છે.
Vidya starts shooting for Sujoy's 'TE3N' 02/12/2015 5:19 am Mitul Paniker Actress Vidya Balan has landed in Kolkata for her next film 'TE3N'.
Sachin's son Arjun hammers 106 in an under-16 match 02/12/2015 5:21 am Mitul Paniker Sachin Tendulkar's son Arjun continues to impress in junior cricket, with his latest achievement being a century in an under-16 domestic match.
દેશના તમામ પોલીસ વડા પત્ની સાથે કચ્છ આવશે 02/12/2015 5:57 am Khushali Dave ૧૮થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના આંગણે પ્રથમ વખત યોજાઈ રહેલી નેશનલ ડીજીપી સમીટમાં ગુજરાતી આતિથ્યના દર્શન આમંત્રણમાં જ થઈ ગયા છે. કચ્છના સફેદ રણ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રાજ્યોના પોલીસવડાઓને તેમનાં પત્નીને પણ સાથે લાવવાનું આમંત્રણ આપ્યું છે.
• યુકેમાં નવા ૪૫,૦૦૦ ભારતીય માઈગ્રન્ટ્સ 05/12/2015 6:41 am Achyut Sanghavi ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા અનુસાર ૨૦૧૪થી યુકેમાં નવા ૪૫,૦૦૦ માઈગ્રન્ટ્સની સંખ્યા સાથે ભારત પ્રથમ અને ૩૯,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે ચીન બીજા ક્રમે આવે છે. અગાઉ, નવમા ક્રમે રહેલું રોમાનિયા નવા ૩૪,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે ત્રીજા ક્રમે અને ૩૨,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે પોલેન્ડ ચોથા ક્રમે આવે છે. અગાઉ પોલેન્ડ પાંચમા ક્રમે હતું. ૧૯૭૫માં રેકોર્ડ્સ શરૂ થયા પછી ઓસ્ટ્રેલિયા સૌપ્રથમ વખત પ્રથમ પાંચની યાદીમાંથી બહાર ફેંકાયું છે.
મહિલા સરપંચે વિકાસકાર્યોના રૂ. ૪.૬૧ લાખ ચાઉં કર્યા 02/12/2015 6:14 am Khushali Dave કઠલાલ તાલુકાના અરાલ ગામના મહિલા સરપંચ અરુણાબહેન નટવરસિંહ ડાભીએ પતિ અને મળતિયાઓ સાથે મળીને ગામના વિકાસકાર્યો માટે ફાળવાયેલા રૂ. ૪.૬૧ લાખ ચાઉં કરી ગયા હોવાની ફરિયાદ થઈ હતી.
મોરબીમાં ૧૦૨ વર્ષના વૃદ્ધાનો પહેલો મત પડ્યો 02/12/2015 6:20 am Khushali Dave સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૨ વર્ષના નિવૃત્ત શિક્ષિકા જયા બહેન વજેશંકર દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહી મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
ડો. કુરિયનના જન્મદિને ગૂગલે ડૂડલ બનાવ્યું 02/12/2015 6:39 am Khushali Dave શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયનનો જન્મદિવસ ઇન્ટરનેટ ક્ષેત્રની વિશાળ કંપની ગૂગલે પણ ૨૬મી નવેમ્બરે ઉજવ્યો હતો. કંપનીએ પોતાના ભારતના પેજ ઉપર ડો. કુરિયનનું ખાસ ડૂડલ બનાવ્યું હતું.