કોર્બીને ક્વીનની અવજ્ઞા કરીઃ પ્રિવિ કાઉન્સિલ બેઠકમાં ગેરહાજર 12/10/2015 7:27 am Achyut Sanghavi લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને પ્રિવિ કાઉન્સિલની બેઠકમાં હાજર રહી ક્વીનને મળવાનો ધરાર ઈનકાર કર્યો હતો. તેમણે પોતાની વ્યસ્તતાનું કારણ આગળ ધરી પ્રિવિ કાઉન્સિલમાં જોડાવાનું આમંત્રણ નકાર્યું હતું. પરંપરાગત સમારંભમાં ગેરહાજર રહેનારા તેઓ વિપક્ષના પ્રથમ નેતા હશે. દેશના બંધારણીય વડાની આવી અવજ્ઞા બદલ કોર્બીનની ભારે ટીકા કરાઈ છે. પ્રિવિ કાઉન્સિલે પાર્લામેન્ટના સાંસદોને લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનને ‘રાઈટ ઓનરેબલ’નું સંબોધન નહિ કરવાની સૂચના આપી છે. પ્રિવિ કાઉન્સિલના સભ્ય હોય તેમને જ આ સંબોધનનું સન્માન મળે છે.
The New Immigration Bill: An overview 07/10/2015 9:10 am Arvind Rajput Another year, another Immigration Bill. This Bill does not even pretend to be fair. It is designed to make the UK so hostile that the legal, not the illegal will suffer the most. More regulations to adhere to, reduced oversight by judges, more fines and in short the removal of all safety nets.
ઈસ્લામિક ત્રાસવાદના ખાત્માનો કેમરનનો હુંકાર 12/10/2015 7:30 am Achyut Sanghavi માન્ચેસ્ટરઃ વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટીવ પાર્ટી કોન્ફરન્સમાં યુકેમાં ઘૃણા પ્રસરાવતી ઈસ્લામિક શાળાઓ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના પાંચ વર્ષના શાસનકાળમાં પ્રિઝન્સ, શાળાઓ અને મકાનની માલિકી સહિત સંખ્યાબંધ સુધારા થકી સમાજના પરિવર્તનની તેમણે ખાતરી ઉચ્ચારી હતી. વડા પ્રધાને લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન બ્રિટનની સલામતી જોખમરૂપ તેમ જ ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવતા હોવાનું કહ્યું હતું. સામાન્ય ચૂંટણીમાં ટોરી પાર્ટીને અભૂતપૂર્વ બહુમતી આપનાર બ્રિટિશ પ્રજાનો વિશ્વાસ તૂટશે નહિ તેવી ખાતરી પણ તેમણે ઉચ્ચારી હતી.
યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।। 07/10/2015 9:13 am Vikram Nayak સૃષ્ટિના અણુ અણુમાં શક્તિ વ્યાપેલી છે. એ પ્રભુત્વની પ્રતિમા છે અને એ સમસ્ત જ્ઞાન અને વિજ્ઞાનની આદિસ્ત્રોત છે. શક્તિ, નિરંજન, નિર્ગુણ, નિરાકર અને ચૈતન્ય ભાવપૂર્ણ છે. સામર્થ્યનું પ્રતિક સિંહ એ એનું વાહન છે. પ્રભુત્વ સ્થાપિત કરનાર અસ્ત્ર-શસ્ત્ર એનાં આયુધો છે. જ્ઞાનના ચિહ્ન સ્વરૂપ તૃતીય નયન એના લલાટની મધ્યમાં શોભા આપે છે. એવી આ અનન્ય શક્તિને નમસ્કાર હો... નમસ્કાર હો...
ગુજરાતનો અસ્સલ ગરબો ક્યાં ખોવાયો! 07/10/2015 9:20 am Vikram Nayak નવરાત્રિ શક્તિની ઉપાસનાનું પર્વ હોવા સાથે ગુજરાતને ગૌરવ અર્પતું પર્વ છે. આસો માસના અજવાળા આકાશે રેલે ને તારલિયા ટમટમે ત્યાં તો ગુજરાતણનું ચિત્ત હિલોળે ચડે છે. ઢોલના ઢમકારે ને મંજીરાના તાલે, તાળી દઈ, પગની ઠેસે ગરબો હીંચવા ગુણવંતી ગુજરાતણ ગામઠી ઢબનો શણગાર સર્જે છે. ગોળ વર્તુળાકારે, તાળી દઈ, ફેરફુદડી ફરતા ગરબા ગવાય તેની મજા જ કંઈક ઓર હોય છે. ગરબો એ ગુજરાતના લોકજીવનને વાચા આપતું તાલબદ્ધ સંગીત સાથેનું અનોખું નૃત્ય છે.