૩૧૨ બાળકો પર કટ્ટરવાદિતાનું જોખમ 12/10/2015 8:05 am Achyut Sanghavi લંડનઃ ઈસ્લામિક સ્ટેટ સંગઠનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે બ્રિટનના ૧૮ વર્ષથી ઓછી વયના ૩૧૨ બાળકો સહિત ૭૯૬ વ્યક્તિને ચેનલ કાઉન્ટર-ટેરર સ્કીમમાં રીફર કરાયાં છે. આ બાળકો કટ્ટરવાદનો શિકાર બને તેવી ભીતિ સેવાય છે. ધર્મઝનૂની જૂથો દ્વારા ભરતીનો સામનો કરવાની સરકારની યોજનામાં જૂનથી ઓગસ્ટના ત્રણ મહિનામાં જ જોખમ હેઠળની સંખ્યા બમણી થઈ છે.
રાજ્યાશ્રય મેળવીને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની હેરાફેરીનો ધંધો 12/10/2015 8:06 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં રાજ્યાશ્રય અથવા ગેરકાયદે ઈમિગ્રન્ટ તરીકે આવનારા લોકો ઝડપથી ધનવાન બનવા આવા અન્યોની ગેરકાયદે હેરાફેરીમાં લાગી જાય છે. આ ક્રિમિનલ્સ દ્વારા લોકોનું સ્મગલિંગ કરતી ગેન્ગ્સ રચવામાં આવે છે. ઈરાકમાં સદ્દામ હુસેનને ઉથલાવી દીધા પછી યુકેમાં ઘુસી આવેલા ફાહમી હકીમને સ્મગલિંગ નેટવર્ક ચલાવવા માટે માત્ર ૧૧ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. પોલીસને ફાહમીની કારમાં £૫૦,૦૦૦ અને ગેંગ પાસેથી કુલ £૯૦,૦૦૦ મળ્યા હતા. ગેંગના સાત સભ્યોને કુલ ૮૯ વર્ષની સજા કરાઈ હતી, જ્યારે મેજર બાજવા સહિત અન્ય નવ અપરાધીને સજા જાહેર કરવાની બાકી છે. બુરહાન શેખાની, સોરાન રસૂલ, બીજાર શેઈખા, કરઝાન રસૂલ, લિયાકત જબ્બરખેલને ૧૨-૧૨ વર્ષ, જ્યારે કુલદીપસિંહને ૧૦ વર્ષની સજા કરાઈ છે.
The Author Who Connects With Women of India 12/10/2015 9:05 am Rupanjana Dutta Lucy Beresford is a writer, broadcaster and practising psychotherapist. She hosts a two-hour show on LBC Radio and she's the Agony Aunt for the women’s glossy Healthy.