No full inquest on Anni Dewani 12/10/2015 10:54 am Reshma Trilochun In 2014, Anni Dewani's husband, Shrien Dewani (34), was cleared of orchestrating arranging her murder while they were on their honeymoon.
અનુપમી વિકાસના પ્રણેતાઃ પૂ. જશભાઈ સાહેબ 12/10/2015 11:13 am Kamal Rao ઈશુના બે હજારના વર્ષના અંતિમ મહિનાઓમાં અમેરિકાના પેન્સિલવેનિયાના પોકોનાના અનુપમ મિશનના એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. પૂ. સાહેબ સાથે લખવાના નિમિત્તે આત્મીય સંબંધોની મનમાં જન્મતી લાગણીઓથી ભર્યોભર્યો હતો. પંચોતેરમાં મારા પ્રસિદ્ધ થયેલા ઈઝરાયેલ વિશેના પ્રથમ પુસ્તકને ગુજરાત સરકારે ત્યારે એવોર્ડને યોગ્ય ગણ્યું હતું. આ પછી અવિરત લેખનયાત્રા ચાલતી હતી. સંખ્યાબંધ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં હતાં અને અમેરિકામાં ગુજરાતના સાંસ્કૃતિક ધબકારા પુસ્તકના ય બે ભાગ પ્રસિદ્ધ થયા હતા. ઈંગ્લેન્ડ વિશે આવું કંઈ લખવાની ઈચ્છા હતી. સાહેબ પાસે મેં ઈચ્છા પ્રગટ કરતાં, સાહેબે ત્યારે લેસ્ટરસ્થિત ડો. ગજેન્દ્ર છત્રીસાને વાત કરી અને ડો. છત્રીસાએ 'ગુજરાત સમાચાર' લંડનના તંત્રી સી. બી. પટેલને વાત કરી. સી. બી. પટેલનો ત્યારે મને જરા પણ પરિચય નહીં. કોઈ દિવસ વાત કે પત્ર વ્યવહાર નહીં. તેમણે માત્ર ડો. છત્રીસાના કહેવાથી મને બ્રિટિશ ગુજરાતીઓ વિશે લખવા લંડન બોલાવ્યો.