પર્યાવરણના મિત્રો બનીએ, શત્રુ નહીં 12/10/2015 11:44 am Kamal Rao 'તમારી વાત' વિભાગમાં ઘણીવાર વાચક મિત્રોનાં વિચારો એટલા ઉમદા હોય છે કે તે વિષય ઉપર લખવાની અને ચર્ચા-વિચારણા કરવાની પ્રેરણા મળી રહે છે. ‘દેખ તમાશા લકડી કા’ના શીર્ષક નીચે લેસ્ટરથી શ્રી મુકુંદ આર. સામાણીએ પ્લાસ્ટીકનો ઉપયોગ અને પ્રદૂષણ સાથે લાકડાનું સ્થાન હવે પ્લાસ્ટીકે લીધું હોવા તરફ ઈશારો કર્યો છે.