People's President laid to rest 05/08/2015 5:47 am Mitul Paniker India's 'Missile Man' APJ Abdul Kalam was laid to rest in a massive public ceremony, at Pei Karumbu burial ground near his hometown Rameshwaram in Tamil Nadu.
Haryana to get women police stations 05/08/2015 7:08 am Mitul Paniker The Haryana government has announced to set up women police stations in all the 21 districts of the state on Raksha Bandhan.
ભારતે ગુમાવ્યું મોંઘેરું રત્ન... 05/08/2015 6:04 am Mukesh Patel ભારતે પોતાનો રત્ન ગુમાવ્યો છે, પણ રત્નનો પ્રકાશપૂંજ આપણને એ.પી.જે. અબ્દુલ કલામના ડ્રીમ ડેસ્ટીનેશન એવા ભારતને નોલેજ સુપરપાવર બનાવવા માટે સતત માર્ગદર્શન આપતો રહેશે. આપણા વિજ્ઞાની-રાષ્ટ્રપતિને જનગણમને અપાર પ્રેમ અને સન્માન આપ્યા હતા. તેમણે ક્યારેય સફળતાને ભૌતિક બાબતોની સિદ્ધિ થકી માપી નહોતી. તેમની દૃષ્ટિએ ગરીબીનો સામનો જ્ઞાનની સમૃદ્ધિ દ્વારા કરી શકાય છે. આપણા સંરક્ષણ કાર્યક્રમોના નાયક તરીકે તેમણે ક્ષિતિજોનો વિસ્તાર કર્યો હતો.
હળવી ક્ષણોએ... 05/08/2015 6:06 am Mukesh Patel ભિખારીઃ શેઠ મારા પરિવારથી દૂર થઈ ગયો છું, મળવા માટે ૨૦૦ રૂપિયાની જરૂર છે. શેઠઃ પણ તારો પરિવાર છે ક્યાં? ભિખારીઃ સામે મલ્ટીપ્લેક્સમાં ‘સિંઘમ્’ જોવા ગયો છે.•
ભારતીય ધર્મોના ઉત્સવોની ઊજવણી 05/08/2015 7:39 am Achyut Sanghavi હિન્દુ કેલેન્ડર કે પંચાંગ અનુસાર વિક્રમ સંવત ૨૦૭૧નું સમાપન ૧૧ નવેમ્બર, ૨૦૧૫ના રોજ દિવાળીના દિવસે થશે. ઈન્ડિક અથવા તો ભારતીય ધર્મો (હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ) માટે વર્ષના આખરી ચાર મહિના ‘ચાતુર્માસ’ તરીકે ઓળખાય છે અને અનેક ઉત્સવો સાથે ઘણા પાવનકારી મનાય છે. હિન્દુઓ માટે શ્રાવણ મહિનો, રક્ષાબંધન, દુર્ગા પૂજા, નવરાત્રિ, જૈનો માટે પર્યુષણ, શીખો માટે ગુરુ નાનક જયંતી તેમજ બૌદ્ધો માટે પણ ઘણા શુભ ઉત્સવો આવે છે. દિવાળી તો બધાં જ ભારતીય ધર્મો માટે વિશિષ્ટ ઉત્સવ છે.
પૂરમાં ૭૫ લોકોના મૃત્યુ: ૬૬ હજારથી વધુ પશુની ખુવારી 05/08/2015 8:20 am Viren Vyas ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગત સપ્તાહેમાં પડેલા ભારે વરસાદને કારણે મૃતકોની કુલ સંખ્યા ૭૫ થઇ છે. જ્યારે પૂર અને વિવિધ કારણોસર બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અંદાજે ૬૬ હજારથી વધુ પશુઓનાં મોત થયાં છે. તેમાં સૌથી વધુ અસર બનાસકાંઠા અને કચ્છને થઇ છે. આ બંને જિલ્લામાં પશુપાલન ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલું છે અને ત્યાંના ઘણા લોકોનું જીવન તેના પર નભે છે.