"Right to Rent" to be introduced in February 2016 20/10/2015 6:35 am Reshma Trilochun The Government has announced that as from 1st February 2016, “Right to Rent” will be introduced. All private landlords in England will have to check whether new tenants have the right to be in the UK before renting out to them.
શરદપૂર્ણિમાના કાર્યક્રમો 20/10/2015 8:37 am Kamal Rao * ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. ૨૭ના રોજ શરદપૂર્ણિમાના ગરબા થશે. સંપર્ક: 020 8426 0678.
૨૪ કલાક ટ્યૂબ ટ્રેનસેવા ખોરંભે 20/10/2015 9:09 am Achyut Sanghavi લંડનઃ રાજધાનીમાં ૨૪ કલાક ટ્યૂબ ટ્રેનસેવા પૂરી પાડવાની યોજના આવતા વર્ષ સુધી તો ખોરંભે પડી છે. યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે રોસ્ટર્સ અને વેતન વિશે સમજૂતી નહિ સધાતા મેયર બોરિસ જેહોન્સનના સ્વપ્નને ભારે ફટકો વાગ્યો છે. ૨૪ કલાક ટ્યૂબ ટ્રેનસેવા ગયા મહિનાથી પાંચ લાઈન્સમાં વીકએન્ડ્સ માટે શરૂ કરાવાની હતી.
અશ્વેત, વંશીય લઘુમતી લેખકોને બાળસાહિત્ય લખવાનું પ્રોત્સાહન 20/10/2015 9:10 am Achyut Sanghavi લંડન,બર્મિંગહામઃ યુનિવર્સિટી ઓફ વોરવિકના લેક્ચરર લૈલા રશીદ દ્વારા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી બાળકો માટેની લેખનકળાનો વિકાસ થાય તે હેતુથી નવી મેગાફોન લેખક વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાને ધ આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ અને ધ પબ્લિસર્શ એસોસિયેશન દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું છે. લૈલા રશીદ ‘ચિપ્સ, બીન્સ એન્ડ લિમુઝીન્સ’ સીરિઝના લેખિકા હોવા ઉપરાંત યુનિવર્સિટી ઓફ વોરવિકમાં બાળકો માટે લખવાનું શીખવે છે.
બલજિત બૈન્સ ગોલ્ડન વિમેન્સ એવોર્ડના વિજેતા 20/10/2015 9:11 am Achyut Sanghavi લંડનઃ યુકેના મૂળ ભારતીય બલજિત બૈન્સ વિમેન ડિઝાઈન્ડ ફોર સક્સેસ (WODESS) આયોજિત ગોલ્ડન વિમેન્સ એવોર્ડ ૨૦૧૫-એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન વર્ગના વિજેતા બન્યા છે. સમગ્ર વિશ્વમાંથી વિવિધ કેટેગરીમાં મહિલાઓ હેલસિન્કીમાં કેઈસા કલ્ચરલ સેન્ટરમાં ૧૬ ઓક્ટોબરે યોજાએલી સ્પર્ધામાં હતી. વણઝારા રેકોર્ડ્સની મેનેજિંગ ડિરેક્ટર બલજિત બૈન્સ પુરુષોના પ્રભુત્વ હેઠળની ઈન્ડસ્ટ્રીમાં રેકોર્ડ કંપનીનું સંચાલન કરનાર પ્રથમ એશિયન મહિલા છે.
યુકેમાં નર્સની અછતઃ વિદેશીઓની વિઝાઅરજીને પણ પ્રાથમિકતા 20/10/2015 9:11 am Achyut Sanghavi લંડનઃ યુકે NHSમાં નર્સીસની અછત વધવાના કારણે હંગામી ધોરણે નર્સ વ્યવસાયને શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં દાખલ કરવામાં આવનાર છે. આના પરિણામે, યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) બહારના વિદેશી અરજદારોની વિઝાઅરજીને પણ પ્રાથમિકતા મળશે. સરકારની ઈમિગ્રેશન નીતિમાં આ નાટ્યાત્મક પલટો જણાયો છે. હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે એજન્સીના વર્કરો પરના ખર્ચામાં ભારે કાપના પગલે NHSનું દબાણ ઘટાડવા આ પગલું લેવાયું છે.
વિદેશી ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ્સ માટે વિઝાનિયમોમાં ધરમૂળ ફેરફાર કરાશે 20/10/2015 9:13 am Achyut Sanghavi લંડનઃ યુકેમાં કુશળ ટેકનોલોજિસ્ટ્સની વર્તાતી અછતને ધ્યાનમાં લઈ સરકાર વિદેશી ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ્સ માટેના વિઝા નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવા તૈયાર થઈ છે. આ ફેરફારો આગામી મહિનાથી લાગુ કરાશે. ઈન્ડ્સ્ટ્રીઝના અગ્રણીઓ અને નવા શરૂ કરાતાં ધંધાઓ દ્વારા વિકાસને અનુરૂપ આવશ્યક સ્ટાફ મળતો ન હોવાની સતત ફરિયાદના પગલે સ્પેશિયાલિસ્ટ ટેકનોલોજી કૌશલ્ય ધરાવતા બિન-ઈયુ નાગરિકોને યુકેમાં કામ કરવા આકર્ષવાનું સરળ બનાવી શકાય તે માટે વિઝાનિયમોમાં ફેરફારનું પગલું લેવાશે.