અમેરિકામાં ગુજરાતી દંપતી લૂંટાયું 26/08/2015 1:51 pm Viren Vyas અમેરિકામાં ભારતવંશી અને વિશેષમાં ગુજરાતીઓ પર હુમલા તથા તેમની હત્યા ઘટનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે. નોર્થ કેરોલિનામાં વસતા એક ગુજરાતી દંપતીના ફૂડ સ્ટોરમાં એક બુકાનીધારી શખસ બંદૂક સાથે ધસી આવ્યો હતો અને તે લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો.
Armed forces celebrate Raksha Bandhan with Hindus across the UK 31/08/2015 7:38 am Rupanjana Dutta Hindus and non-Hindus from the Armed Forces got together with the local communities across the UK last week to celebrate Raksha Bandhan; a major Hindu festival that celebrates the bonds of protection that exist within society.
આંતકીઓએ સિરિયામાં વરુણદેવનું મંદિર ફૂંકી માર્યું 26/08/2015 1:57 pm Viren Vyas સિરીયાના પ્રાચીન શહેર પાલ્મિરામાં આઈએસઆઈએસના આતંકીઓએ વિશ્વનું અતિપ્રાચીન મંદિર નષ્ટ કર્યું છે.
ગીરના સાત સિંહોના ઉત્તરપ્રદેશમાં મોત 26/08/2015 1:59 pm Viren Vyas ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના વતન ઇટાવામાં લાયન સફારી પાર્કમાં છેલ્લા થોડા સમયમાં ગીરના પાંચ સિંહ બાળ અને એક સિંહ દંપતીના થયેલા મૃત્યુના કારણે આ સફારી પાર્કના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે.
ગુજરાતની શાંતિમાં પલિતો ચાંપતો પાટીદારોનો આક્રોશ 26/08/2015 2:46 pm Nilesh Parmar પટેલ સમાજને અન્ય પછાત વર્ગમાં અનામત આપવાની માગ સાથે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આંદોલને મંગળવારે મોડી રાત્રે રાજ્યભરમાં હિંસક વળાંક લીધો હતો. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજામાં યોજાયેલી ઐતિહાસિક રેલી તો શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ ઢળતી સાંજે સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સહિતના કેટલાક હોદ્દેદારોને પોલીસે અટકાયતમાં લેતાં આંદોલનકારીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સાત લાખથી વધુ પાટીદારોની રેલી એક પણ અનિચ્છનીય બનાવ વગર સંપન્ન થઇ હતી, પણ પછી અશાંતિની આગે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને પોતાની લપેટમાં લીધા હતા.