આર્કિયોલોજિસ્ટ દ્વારા બનાવટી પ્રોજેક્ટ્સ માટે નાણાની ઉચાપત 28/09/2015 10:23 am Achyut Sanghavi લંડનઃ બોગસ આર્કિયોલોજિકલ પ્રોજેક્ટ્સના નામે હેરિટેજ લોટરી ફંડ પાસેથી £૨૨૩,૦૦૦ની ઉચાપત કરનારા પૂર્વ સોલિસિટર ડેવિડ બેરોક્લાઉને હન્ટિંગડન ક્રાઉન કોર્ટે છ વર્ષ જેલની સજા ફરમાવી છે. તેણે આઠ વર્ષના ગાળામાં બનાવટી પેપરવર્ક અને ઈનવોઈસીસ દ્વારા ચેરિટી પાસેથી ગ્રાન્ટ વસૂલી હતી. તેણે આ નાણાનો ઉપયોગ મોર્ગેજ ચુકવણી, ઈન્વેસ્ટમેન્ટ્સ અને મોજશોખ માટે કર્યો હતો.
ઉત્પાદકતામાં બ્રિટનની પીછેહઠ 28/09/2015 10:24 am Achyut Sanghavi લંડનઃ ગયા વર્ષે ફ્રાન્સ, જર્મની, યુએસ અને કેનેડાની સરખામણીએ બ્રિટનની ઉત્પાદકતા ઓછી રહી હતી. જર્મન અને ફ્રેન્ચ કામદારોની સરખામણીએ બ્રિટિશ કામદારો ૩૩ ટકા ઓછાં ઉત્પાદક હતા. અગ્રણી અર્થતંત્રોના જૂથના દેશોના અન્ય સભ્યોની સરખામણીએ બ્રિટનમાં દર કલાકે ૨૦ ટકા ઓછું ઉત્પાદન નોંધાયું હતુ, જે ૧૯૯૧ પછી સૌથી ખરાબ પરિણામ છે. નાણાકીય કટોકટી પછી બ્રિટનનો દેખાવ ખરાબ થતો રહ્યો છે.
એશિયા’સ બેસ્ટ અન્ડર અ બિલિયન લિસ્ટમાં ભારતની ૧૧ કંપની 09/07/2015 6:47 am Nilesh Parmar એશિયા પેસિફિક પ્રદેશની એક બિલિયન ડોલર સુધીની આવક ધરાવતી ટોચની ૨૦૦ કંપનીઓમાં ભારતની ૧૧ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. આવી કંપનીઓમાં અવંતિ ફિડ્સ લિમિટેડ અને બોરોસિલ ગ્લાસ વર્ક્સનો સમાવેશ થાય છે.
ઝારખંડની ધરતીનાં પેટાળમાં એક લાખ ટન સોનું! 09/07/2015 7:13 am Nilesh Parmar જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના તાજા અભ્યાસના તારણ અનુસાર, ઝારખંડની ધરતીમાં એક લાખ ટન કરતાં પણ વધુ સોનું ધરબાયેલું પડયું હોવાની સંભાવના છે.
વિવિધતામાં એકતા એ જ સનાતનધર્મની વિશેષતા : વૃંદાવન સમા અનુપમ મિશનના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહની પાવનગંગા વહેશે 07/07/2015 2:51 pm Kamal Rao વૈદિક સનાતન ધર્મ એ સૌથી જૂનો પુરાતન ધર્મ ગણાય છે. સનાતન ધર્મને મહર્ષિ વ્યાસજીએ ચાર વેદ, ઉપનિષદ સહિત ૧૮ સ્કંધપુરાણની ભેટ અાપી છે. જેમાં ૧૮મા પૌરાણિક શાસ્ત્ર શ્રીમદ ભાગવતમાં પરમાત્માના દશ અવતાર સહિત ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભૂત લીલાઅોનું વર્ણન કર્યું છે. કેટલાક વિધર્મીઅો વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલા સનાતન હિન્દુ ધર્મની અાલોચના કરી રહ્યા છે ત્યારે એવા ટીકાકારો કે નકારાત્મક વિચારકોને એ સનાતન ધર્મના મૂળમાં જઇ એનો ગહન અભ્યાસ કરવાની જરૂર છે. વિશાળ વટવૃક્ષ સમા અા પૌરાણંિક સનાતન ધર્મની શાખાઅો જેવા અા સંપ્રદાયોનું મૂળ તો એક જ છે. વિવિધતામાં એકતા એ તો સનાતન ધર્મની વિશેષતા છે. એનું ઉત્તમ ઉદાહરણ અાગામી મહિના (અોગષ્ટ)ના પ્રથમ સપ્તાહમાં લંડનની ધરતી પર જોવા મળશે.