‘ભારત બંધ’થી જનજીવન ખોરવાયુંઃ રૂ. ૨૫,૦૦૦ કરોડનું નુકસાન 03/09/2015 3:42 am Nilesh Parmar સરકાર હસ્તકના જાહેર સાહસોના ખાનગીકરણ અને શ્રમ કાયદાઓમાં સૂચિત સુધારાના વિરોધમાં જુદા જુદા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનના ૧૫ કરોડથી વધુ કામદારો બુધવારે ૨૪ કલાકની હડતાળ પર ઊતરી જતાં દેશનાં મોટા ભાગનાં શહેરો અને રાજ્યોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. એક દિવસીય હડતાળને કારણે ઔદ્યોગિક ક્ષેત્રને આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
અરોમા થેરપીઃ તાજગીનો ઇન્સ્ટન્ટ ઉપાય 03/09/2015 5:43 am Nilesh Parmar દરેક વ્યક્તિ વધતાઓછા અંશે મૂડી હોય છે, અને તેમાં પણ સ્ત્રીઓ તો ખાસ. નારીહૃદય બહુ કોમળ અને સંવેદનશીલ હોય છે. મૂડ ‘બગડતાં’ એક ક્ષણ પણ ન લાગે, અને મૂડ ‘સુધરતાં’ કલાકો વીતી જાય. પણ તમારે ચપટી વગાડતાં મૂડ સુધારવો છે? અરોમા થેરપી અજમાવો. આ ઉપાય પળભરમાં તમારો મૂડ સુધારશે.
બારડોલીનો વતની યુવક અમેરિકામાં મિસ્ટર ઇન્ડિયા બન્યો 03/09/2015 6:39 am Viren Vyas અમેરિકામાં રહેતા ભારતીયો માટે યોજાતી એક સોંદર્ય સ્પર્ધામાં મૂળ બારડોલી તાલુકાના માણેકપોરનો યુવક વિજેતા થયો છે.
AND THE NOMINEES FOR THE 15th ASIAN ACHIEVERS AWARDS ARE... 08/09/2015 5:29 am Rupanjana Dutta The nominations for the 15th annual Asian Achievers Awards have been unveiled. They include, cricket icon, Moeen Ali; fashion tycoons, Nitin Passi of MissGuided and brothers, Nish and Sach Kukadia of Secret Sales; BBC’s Citizen Khan star Adil Ray; entrepreneur, Vanita Parti MBE of Blink Brow Bar; and international hotelier Surinder Arora of Arora Hotels.
Lord Janner hearing date fixed 03/09/2015 10:38 am Reshma Trilochun The Labour peer, Lord Janner of Braunstone (87), who is accused of child sex offences will not face trial until February 2016.
અનામત અંદોલન અને નુકશાન 08/09/2015 8:15 am Kamal Rao ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ નુકસાન સરકારી માલ-મિલકત અને વાહનોને થયું હોવાના મસાચાર જાણ્યા. સરકારી કચેરીઓ, એસટી બસો ખાનગી કાર વગેરેને આગ ચાંપવાના અને તોડફોડ કરવાના કારણે આશરે રૂ. ૧૦૦ કરોડની રકમનું નુકશાન થયું. અમદાવાદ, કલોલ, રાજકોટ, જામનગર, સુરત, ઊંઝા સહિત અન્ય સ્થળે બે દિવસમાં ૧૩૭ એસ.ટી. બસને આગ ચાંપવામાં આવી તેમજ ૧૫૨ બસના કાચ ફોડાયા.
એલીસબરી ચાઈલ્ડ સેક્સ ગુનામાં છ એશિયનને કુલ ૮૨ વર્ષની જેલ 08/09/2015 10:34 am Achyut Sanghavi લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે એલીસબરી ચાઈલ્ડ સેક્સ રિંગના છ એશિયન અપરાધીને કુલ ૮૨ વર્ષથી વધુ જેલની સજા ફરમાવી છે. ઓલ્ડ બેઈલી જ્યુરીએ જુલાઈમાં વિક્રમસિંહ, આસિફ હુસૈન, અરશાદ જાની, મોહમ્મદ ઈમરાન, અકબરી ખાન અને તૈમુર ખાનને વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨ના ગાળામાં બે સગીર બાળા પર બળાત્કાર, બાળ વેશ્યાગીરી સહિત વિવિધ ગુનામાં દોષિત ઠરાવ્યા હતા. આરોપીઓએ બાળાઓને આલ્કોહોલ, ડીવીડી, ભોજન અને અવારનવાર ડ્રગ્સની લાલચથી વશમાં કરી હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું.