ભારતે પહેલીવાર બોર્ડર પર 12 પરમાણુ બોમ્બ તહેનાત કર્યા 10/06/2026 7:10 am Badal Lakhlani ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયારો બોર્ડર પર તહેનાત કર્યાં છે. દેશનો પરમાણુ હથિયારોનો ભંડાર પણ 180 થી વધીને 190 થઈ ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના તાજેતરના અહેવાલમાં આ જણાવાયું છે.અહેવાલમાં એ પણ જણાવાયું છે કે, 2025માં ભારતે એક પણ પરમાણુ હથિયાર તહેનાત કર્યાં નહોતાં, પરંતુ 2026માં 12 તહેનાત કર્યાં છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોમાં કોઈ વધારો થયો નથી. તેમની પાસે હાલમાં 170 પરમાણુ હથિયારો છે. તેના કેટલાં હથિયારો તહેનાત છે તે સ્પષ્ટ નથી.
ભાજપ છોડતાં જ અન્નામલાઈએ નવી પાર્ટી બનાવી 10/06/2026 7:10 am Badal Lakhlani તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ હાઇકમાન્ડ સાથે મતભેદ બાદ શુક્રવારે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.
‘સાહિત્ય ઉતાવળથી નહીં સંગતથી ખુલતું હોય છે’ 08/06/2026 9:04 am Nilesh Parmar માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા અને કલ્પનાની પાછળ રહેલું જીવન ધીમે ધીમે ખુલતું જાય છે. કદાચ એટલે જ મને વારંવાર લાગે છે, કે સાહિત્યનો સાચો આસ્વાદ ત્યારે મળે છે જ્યારે તે સહહૃદય લોકોની સંગતમાં, સંવાદોમાં અને અનુભવોની આપ-લે વચ્ચે જીવંત બને છે. તેથી કહી શકાય કે ‘સાહિત્ય ઉતાવળથી નહીં, સંગતથી ખુલતું હોય છે’.
જૈમિન વસાઃ સંસ્કાર-સંઘર્ષ-સાહસ-સફળતાની યાત્રા 08/06/2026 6:40 am Nilesh Parmar ‘તેઓ એક સફળ ઉદ્યોગપતિ જ નથી, એક સફળ અને સંવેદનપૂર્ણ મનુષ્ય છે...’ ‘એમણે સ્વથી સર્વના વિકાસની યાત્રા માટે યોગદાન આપ્યું છે...’ ‘હું એમને જાદુગર કહું છું, બીજાને પ્રેમથી જીતવાનો જાદુ તેઓ કરી શકે છે...’ ‘તેઓએ હંમેશા નાના માણસોની સંભાળ લીધી છે...’ ‘એમની પાસે ભૌતિક એવા તમામ વૈભવો તો છે જ એથી વધુ મહત્ત્વનો એવો મિત્રોનો વૈભવ તેઓ પામ્યા છે...’ આ અને આવા અર્થપૂર્ણ, પ્રેમપૂર્ણ શબ્દો જેમના માટે કહેવાયા તે વ્યક્તિત્વ એટલે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જૈમિન વસા. એમના જીવન પરનું એક પુસ્તક લખવાનો મને અવસર મળ્યો, 224 પાનાંનું એ પુસ્તક તૈયાર થયું અને એના વિમોચનનો અવસર હતો ત્યારે વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
ભારત-યુકે FTA વિવાદોમાં સંસ્થાગત લવાદી પર ભાર મૂકવા ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની હિમાયત 10/06/2026 7:28 am Achyut Sanghavi ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે કોમર્શિયલ ડિસ્પ્યુટ્સ’ વિષય પર ICAની કોન્ફરન્સની ચોથી આવૃત્તિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પક્ષીય સ્વાયત્તતા પ્રોસીજરના વિવાદનું કારણ બનવાના બદલે પ્રોસીજરનું વાજબીપણું બની રહે તેની ચોકસાઈ માટે સંસ્થાગત લવાદીને મજબૂત બનાવવાની જરૂર છે.
એર ઇન્ડિયા ક્રેશઃ પીડિત પરિવારોને હજુ પણ સવાલોના જવાબનો ઇંતજાર 09/06/2026 10:13 am Arnold Christie અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની દુર્ઘટના પર હજુ સુધી તપાસકર્તાઓ દ્વારા કોઇ સચોટ કારણો દર્શાવતો રિપોર્ટ જારી કરાયો નથી ત્યારે પીડિત પરિવારો સવાલોના જવાબની રાહ જોઇ રહ્યાં છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તપાસકર્તા એજન્સીઓ પ્રથમ વરસી પહેલાં તપાસ રિપોર્ટ જારી કરે.